Not Set/ #કર્ણાટક : બી એસ યેદિયુરપ્પાની ફ્લોર ટેસ્ટમાં જીત, સ્પીકર કે. આર. રમેશનું રાજીનામું

કર્ણાટકનાં મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ચોથા કાર્યકાળનાં શપથ લીધાનાં આજે બે દિવસ પાછી  વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી. આ સાથે જ કર્ણાટકમાં ચાલતા લાંબા રાજકીય નાટકનો પૂર્ણતહ અંત આવ્યો હતો. દરમિયાન, સમગ્ર રાજકીય ઘટના ક્રમ દરમિયાન જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનાં બગાવતી 17 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાવાળા કે આર રમેશે પણ સ્પીકર પદ પરથી રાજીનામું આપ્યું હતું. કે.આર. રમેશે […]

Top Stories India Politics
yaddiyurappa #કર્ણાટક : બી એસ યેદિયુરપ્પાની ફ્લોર ટેસ્ટમાં જીત, સ્પીકર કે. આર. રમેશનું રાજીનામું

કર્ણાટકનાં મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ચોથા કાર્યકાળનાં શપથ લીધાનાં આજે બે દિવસ પાછી  વિધાનસભામાં બહુમતી સાબિત કરી હતી. આ સાથે જ કર્ણાટકમાં ચાલતા લાંબા રાજકીય નાટકનો પૂર્ણતહ અંત આવ્યો હતો. દરમિયાન, સમગ્ર રાજકીય ઘટના ક્રમ દરમિયાન જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનનાં બગાવતી 17 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાવાળા કે આર રમેશે પણ સ્પીકર પદ પરથી રાજીનામું આપ્યું હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી બીડી યેદિયુરપ્પા એએફપી ફોટો

કે.આર. રમેશે કહ્યું: “જો મારી બાજુ કોઈ ભૂલ થઈ હોય તો તે માફ કરજો.” મને લાગે છે કે આ મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. કે આર રમેશે વધુંમાં કહ્યું હતું કે, “મેં આ પોસ્ટથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો છે

Twitter पर छबि देखें

મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.” તેમણે પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષ ક્રિષ્ના રેડ્ડીને સોંપ્યુ હતું. કે આર રમેશે વધુમાં કહ્યું- સોનિયા ગાંધીએ મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે અધ્યક્ષની પસંદગી થવાની છે અને ગઠબંધનને અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. તેઓએ મને પૂછ્યું કે તેઓને તેમાં રસ છે કે નહીં. અને મનેં આ જવાબદારી સોંપવામા આવી હતી. તે મેં મારી દ્રષ્ટિમાં બરાબર આદા કરી છે.

Twitter पर छबि देखें

આપને જણાવી દઇએ કે  કે.આર. રમેશ દ્વારા દળ બદલ વિરોધી કાયદા અંતરગત પ્રથમ 3, અને પછી 14 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા.  મહત્ત્વની વાત એ છે કે કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામી બહુમતી સાબિત કરી શક્યા નહીં અને ગૃહમાં બહુમતીની તરફેણમાં ફક્ત 99 મતો પડ્યા હતા, તો 105 મતો વિરોધમાં હતા.

તો બીજી તરફ કુમારે કહ્યું કે cm તરીકેનાં તેમના 14 મહિનાના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની “વિવેકબુદ્ધિ” અનુસાર અને બંધારણ મુજબ કાર્ય કર્યું છે. તેમણે કહ્યું, “મેં મારી ક્ષમતા અનુસાર મારી પોસ્ટની ગૌરવ જાળવવાનો પ્રયાસ કર્યો.” અમે પ્રજા લક્ષી કામો માટે સરકારની સાથે છીએ અને પૂર્ણ સહકારની ખાતરી આપીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.