અવસાન/ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન 

કોરોના ના કહેર વચ્ચે ગુજરાતે વધુ એક સાંસદ ગુમાવ્યા છે. રાજકોટના વતની એવા ગુજરાતથી રાજ્યસભાના  સાંસદ અભય ભાઈ ભારદ્વાજનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. 

Top Stories Gujarat Others
abhay bhardvaj રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન 

કોરોના ના કહેર વચ્ચે ગુજરાતે વધુ એક સાંસદ ગુમાવ્યા છે. રાજકોટના વતની એવા ગુજરાતથી રાજ્યસભાના  સાંસદ અભય ભાઈ ભારદ્વાજનું લાંબી બીમારી બાદ નિધન થયું છે.

abhay રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન 

નોધનીય છે કે, ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. તેમની નાજુક તબિયતને જોતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલાઈ હતી. ત્યારબાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 2 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ અભય ભાઈ ભારદ્વાજના નિધન ઉપર દુખ વ્યક્ત કર્યું છે. અને ટ્વીટ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ માં જ ગુજરાત થી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલનું પણ કોરોનાને કરને નિધન  થયું છે.