Covid-19 Update/ આજે રાજ્યમાં ઓમિક્રોને રાખી રજા, એકપણ કેસ નહીં, તો કોરોનાનો કહેર યથાવત

રાજ્યમાં છેલ્લા બે દિવસથી 170+ કોરોના કેસ સામે આવી રહ્યા છે. જે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અંગે આશંકા વ્યક્ત કરી રહ્યું છે. 

Top Stories Gujarat
rupani 18 આજે રાજ્યમાં ઓમિક્રોને રાખી રજા, એકપણ કેસ નહીં, તો કોરોનાનો કહેર યથાવત

ગુજરાત રાજ્યમાં દિવાળી અને અન્ય તહેવારોમાં મળેલી છૂટછાટ નગરજનોને ભારે પડી રહી છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતાં કોરોના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી 170+ કોરોના કેસ સામે આવી રહ્યા છે. જે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અંગે આશંકા વ્યક્ત કરી રહ્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 177 કેસ નોંધાય છે. રાજ્યમાં ઓમિક્રોનના આજે કોઇ કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 53 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 25 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે.  જ્યારે રાજકોટમાં 36 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 66 લોકો ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 948 છે. કોરોનાના વધતાં કેસ વચ્ચે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. જો કે વડથ કેસ વચ્ચે સારી બાબત એ પણ છે કે આજ રોજ રાજ્યમાં કોરોના એ  કોઈ નો જીવ નથી લીધો. એટલે કે રાજ્યમાં કોરોનાથી કોઇ મોત નોંધાયું નથી.  જો કે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,28,869 પહોંચ્યો  છે.  જ્યારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,298 છે.

 રાજ્યમાં કોરોના રસીકરણ ઉપર બહાર મૂકવામાં આવ્યો છે તો સાથે ક્રિસમસ ના તહેવાર ને ધ્યાને રાખીને રાજ્યમાં 8 મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ પણ નાખી દેવામાં આવ્યો છે.  તો વધુમાં ગતરોજ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

તો હવે દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. તેને 3 જાન્યુઆરી, 2022થી લોન્ચ કરવામાં આવશે. આ સાથે શાળા કોલેજમાં જતા બાળકો અને તેમના વાલીઓની ચિંતા પણ ઓછી થશે.

ગુજરાત / બેટ દ્વારકાના બે ટાપુઓ પર સુન્ની વક્ફ બોર્ડે કર્યો દાવો, હાઈકોર્ટે કહ્યું-

ગુજરાત / વાઈબ્રન્ટ ગુજરાત : જો કોરોનાના કેસ વધશે તો સમગ્ર કાર્યક્રમ વર્ચ્યુઅલ થઈ જશે..!!

National / ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા કાસગંજ પહોંચ્યા અમિત શાહ, કહ્યું- ‘પાંચ વર્ષમાં યુપીમાંથી ગુંડાઓ થયા પલાયન