Not Set/ હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહના કેસનો મામલો, હાર્દિક કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે જાહેર કરી નારાજગી

અમદાવાદ પાટીદાર અનામત મામલામાં હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહના કેસના મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટમાં દિનેશ સાથે ચિરાગ પટેલ હાજર રહ્યા હતા પણ  હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા નારાજગી જાહેર કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા હાર્દિકના ગેરહાજરનું કારણ પુછતા હાર્દિકના વકીલે આમરણાંત ઉપવાસના કારણે તેની તબિયત સારી […]

Ahmedabad Trending
Hardik Patel 2 હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહના કેસનો મામલો, હાર્દિક કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે જાહેર કરી નારાજગી

અમદાવાદ

પાટીદાર અનામત મામલામાં હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહના કેસના મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટમાં દિનેશ સાથે ચિરાગ પટેલ હાજર રહ્યા હતા પણ  હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા નારાજગી જાહેર કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા હાર્દિકના ગેરહાજરનું કારણ પુછતા હાર્દિકના વકીલે આમરણાંત ઉપવાસના કારણે તેની તબિયત સારી ન હોવાની વાત કરી હતી. જ્યારે કોર્ટમાં હાજર દિનેશ પટેલ દ્વારા વકીલ રોકવા મા્ટે મુદતની માંગ કરવામાં આવી હતી.

જે મુદ્દે કોર્ટે ફરિવાર આવા કારણ સાથે હાજર ન થતા તેવી ટિપ્પણી કરી હતી.  તો આ મામલે વધુ સુનાવણી 14મી સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ઉલ્લેખનિય છે કે, કોર્ટ દ્વારા હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ ઈશ્યુ કરવાની વાતે જોર પક્ડતા હાર્દિકના સમર્થકો ચિંતામાં મૂકાયા હતા. પરંતુ કોર્ટ દ્વારા ઠપકો આપી આગામી સુનાવણીમાં તેમને હાજર રહેવા કહ્યું છે.