T-20 SERIES/ ભારતે આયર્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું,દિપક હુડ્ડાની વિસ્ફોટક બેટિંગ

ટીમ ઈન્ડિયાએ ડબલિનમાં રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતમાં દિપક હુડ્ડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર ઇનિંગ રમી હતી.

Top Stories Sports
9 27 ભારતે આયર્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું,દિપક હુડ્ડાની વિસ્ફોટક બેટિંગ

ટીમ ઈન્ડિયાએ ડબલિનમાં રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતમાં દિપક હુડ્ડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર ઇનિંગ રમી હતી. દિપકની સાથે યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી. આ બંને બોલરોએ એક-એક વિકેટ લીધી હતી. વરસાદના કારણે આ મેચ લાંબા સમય સુધી શરૂ થઈ શકી ન હતી. જેના કારણે 12-12 ઓવરની મેચ રાખવામાં આવી હતી. આયર્લેન્ડ માટે હેરી ટેક્ટરે તોફાની અડધી સદી ફટકારી હતી.

G-7 સમિટ /PM મોદીએ જર્મનીમાં ઇમરજન્સીનો કર્યો ઉલ્લેખ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને પણ મળ્યા…

પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે દિપક હુડા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કિશને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઈશાનની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ઈશાનના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. દિપક હુડ્ડા 47 રને અણનમ રહ્યો હતો. તેણે 29 બોલનો સામનો કર્યો અને 6 ફોર અને 2 સિક્સર ફટકારી. જ્યારે દિનેશ કાર્તિક 5 રન બનાવી અણનમ રહ્યો હતો.

political crisis /મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એકનાથ સિંદે કર્યો પ્રહાર,દાઉદ ઇબ્રાહિમ સાથે સંબધ ધરાવતાને કેવી રીતે…….

પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. ટીમ માટે હેરી ટેક્ટરે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 33 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ટકરે 18 રનનું યોગદાન આપ્યું હતું. ડોકરેલ 4 રન બનાવી અણનમ રહ્યો હતો. કેપ્ટન બલબિરાની ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.