Political/ રાજસ્થાનનાં મંત્રીનાં વિવાદિત બોલ- હેમા માલિની તો વૃદ્ધ છે, કેટરિના કૈફનાં ગાલ જેવા બનાવો રોડ

આપણા દેશનાં રાજનેતાઓ પોતાની ખરાબ વિચારસરણી બતાવવાનો એક પણ મોકો છોડતા નથી. રાજસ્થાનનાં મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડાએ વિચાર્યું પણ નહીં હોય કે તેમના કેટરિના કૈફનાં ગાલની ટિપ્પણી માટે આટલી પ્રસિદ્ધિ મળશે.

Top Stories India
કેટરિના કૈફનાં ગાલની જેમ રોડ બનાવો

આપણા દેશનાં રાજનેતાઓ પોતાની ખરાબ વિચારસરણી બતાવવાનો એક પણ મોકો છોડતા નથી. રાજસ્થાનનાં મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાએ વિચાર્યું પણ નહીં હોય કે તેમના કેટરિના કૈફનાં ગાલની ટિપ્પણી માટે આટલી પ્રસિદ્ધિ મળશે. તેમણે આવું કેમ કહ્યું તે ખબર નથી, પરંતુ તેમણે આ વાત જાહેરમાં જનતાની સામે બૂમો પાડીને કહી છે.

આ પણ વાંચો – Covid-19 / વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે 51.7 લાખથી વધુ લોકોનાં મોત, ભારતમાં ઘટી રહ્યા છે કેસ

વર્ષો પહેલા જ્યારે લાલુ પ્રસાદ યાદવે બિહારનાં રસ્તાઓને હેમા માલિનીનાં ગાલ જેવા બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે ઘણો વિવાદ થયો હતો. હવે એક ડગલું આગળ વધીને રાજસ્થાનનાં મંત્રીએ કહ્યું છે કે, તેઓ તેમના ગામડાનાં રસ્તાઓને કેટરીના કૈફનાં ગાલ જેવા સુંદર બનાવશે. રાજસ્થાનનાં નવા બનેલા રાજ્ય મંત્રી રાજેન્દ્ર ગુઢાએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક અધિકારીને કહેતા જોવા મળી રહ્યા છે કે તેમના ગામડાનાં રસ્તાઓ કેટરિના કૈફનાં ગાલ જેવા હોવા જોઈએ. શરૂઆતમાં મંત્રીએ અધિકારીને કહ્યું કે રસ્તાઓનું નિર્માણ હેમા માલિનીનાં ગાલની જેમ સરળ હોવું જોઈએ. જો કે, તે પછી તરત જ તેમને પોતાને ખબર પડી કે હેમા માલિની હવે વૃદ્ધ થઈ ગઈ છે. પછી તેમણે પબ્લિકને પૂછ્યું કે આ દિવસોમાં કઈ એક્ટ્રેસ ધૂમ મચાવી રહી છે અને પછી લોકોમાંથી કેટરિના કૈફનું નામ સામે આવ્યું. મંત્રીએ કહ્યું કે, કેટરિના કૈફનાં ગાલ જેવા રસ્તાઓ તેમના વિસ્તારમાં વિકસાવવા જોઈએ. BSP માંથી કોંગ્રેસમાં જોડાયેલા રાજેન્દ્ર સિંહ ગુઢાને રવિવારે થયેલા કેબિનેટ વિસ્તરણમાં રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી રાજેન્દ્ર સિંહ 53 વર્ષનાં છે અને 2019થી રાજસ્થાનની વિધાનસભામાં છે. અગાઉ તેઓ કોંગ્રેસ સરકારમાં પ્રવાસન મંત્રી હતા અને હવે રાજસ્થાનનાં મંત્રી છે. ત્યારે આ રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી આપણા દેશમાં એક સામાન્ય પ્રથા બની ગઈ છે. આ પછી, જ્યારે મામલો વધે છે ત્યારે તેઓ માફી માંગે છે અને પછી તેઓ પોતાનું કામ શરૂ કરે છે. આ વાયરલ વીડિયોમાં ગામનાં લોકો ફરિયાદ કરી રહ્યા છે કે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યારે કહેવાય છે કે મારા મતવિસ્તારમાં રસ્તાઓ અભિનેત્રી કેટરીના કૈફનાં ગાલ જેવા હોવા જોઈએ.

આ પણ વાંચો – અમદાવાદ / ટોરેન્ટ પાવરનું સર્ચ ઓપરેશન દરમિયાન પોળના લોકોએ કર્યો પથ્થરમારો, ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ

એવું નથી કે ગેહલોત સરકારમાં માત્ર રાજેન્દ્ર ગુઢા જ પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. રાજ્ય સરકારનાં અન્ય મંત્રી પરસાદી લાલ મીણા પણ તેમના નિવેદનને કારણે ચર્ચામાં છે. રાજસ્થાનનાં નવા સ્વાસ્થ્ય મંત્રી પરસાદી લાલ મીણાને મળવા આ દિવસોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. પરસાદી લાલ મીણા પાસે આબકારી ખાતું પણ છે. પદ સંભાળ્યા પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની પાસે દવા અને દારૂ બન્ને વિભાગ છે, તો મંત્રીએ પણ વિચાર્યા વિના કહ્યું કે પટનામાં દારૂ પીને આટલા લોકોનાં મોત થયા છે, તેના કરતા સારુ છે સરકારી દારૂ ખરીદીને પીવો. જેની ઇચ્છા હોય તે પીવે અને જેને ન હોય તે ન પીવે એટલે કે ને તો આવકથી મતલબ છે.