sports news/ 15 વર્ષના વૈભવ અને બુમરાહ વચ્ચે જામશે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી

IPL 2026માં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. જેમાં જસપ્રીત બુમરાહ અને યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી વચ્ચેની લડાઈ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

Trending Sports
IPL

Jasprit Bumrah vs Vaibhav Suryavanshi in IPL 2026:  આજે ગુવાહાટીના મેદાન પર મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને ટકરાશે. આ મેચમાં ક્રિકેટ પ્રેમીઓની નજર ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેશે. એક તરફ અનુભવનો ભંડાર છે તો બીજી તરફ યુવા જોશ અને આક્રમકતા છે. 15 વર્ષનો વૈભવ આજે 32 વર્ષના બુમરાહના સચોટ યોર્કરનો સામનો કેવી રીતે કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

IPL

વૈભવ સૂર્યવંશી: IPLનો નવો સુપરસ્ટાર

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં ધૂમ મચાવી દીધી છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 15 બોલમાં 50 રન ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. વૈભવના નામે આઈપીએલમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેણે ગુજરાત સામે માત્ર 38 બોલમાં 101 રન બનાવ્યા હતા. અત્યાર સુધીમાં તેણે 9 મેચમાં 213ના સ્ટ્રાઈક રેટથી 335 રન બનાવ્યા છે.

IPL

જસપ્રીત બુમરાહ: મુસીબતનો ઉકેલ

દુનિયાના શ્રેષ્ઠ બોલરોમાં જેની ગણના થાય છે તેવા જસપ્રીત બુમરાહ આજે વૈભવ માટે મોટો પડકાર બની શકે છે. બુમરાહ પાસે ગતિની સાથે ધીમા બોલ અને ચોકસાઈપૂર્વક યોર્કર નાખવાની અદભૂત ક્ષમતા છે. પાવરપ્લેમાં બુમરાહની વિવિધતા વૈભવની આક્રમક બેટિંગ પર બ્રેક લગાવી શકે છે. બુમરાહે અત્યાર સુધી આઈપીએલમાં 147 મેચ રમીને 183 વિકેટ ઝડપી છે.

આમને-સામને આંકડા

મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 31 મુકાબલા રમાયા છે, જેમાં મુંબઈનો દબદબો રહ્યો છે. મુંબઈએ 16 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાનના ફાળે 14 જીત આવી છે. જોકે, KKR જેવી ટીમો સામે રમીને આત્મવિશ્વાસ મેળવનાર વૈભવ આજે બુમરાહ સામે શું રણનીતિ અપનાવે છે તે જોવાનું રહેશે. 7 એપ્રિલ 2026ના રોજ આ બંને ખેલાડીઓ પ્રથમ વખત એકબીજાનો સામનો કરશે.


આ પણ વાંચો: પંજાબ કિંગ્સને મળ્યો નવો હીરો, કૂપર કોનોલીએ ડેબ્યુમાં 72 રન ફટકારી ગુજરાતને હરાવ્યું

આ પણ વાંચો:  વરસાદના કારણે KKRની કિસ્મત ફૂટી, જાણો IPLઈતિહાસમાં ક્યારે વરસાદે ટીમોનું સપનું તોડ્યું

આ પણ વાંચો:  PCB ચેરમેન મોહસિન નકવીનો મોટો દાવો, શું પાકિસ્તાન સુપર લીગ ખરેખર IPL ને પછાડી શકશે?