Entertainment News/ ‘અમિતાભજીએ પૂછવું જોઈએ કે ચોથા લગ્ન ક્યારે કરશો?’; KBC 18 ના પ્રોમોમાં આમિર ખાનને જોઈને યુઝર્સે કરી આવી કમેન્ટ્સ

KBC 18 ના નવા પ્રોમોમાં આમિર ખાનને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેમના ત્રીજા અને ચોથા લગ્નને લઈને રમુજી કમેન્ટ્સ કરી છે. ‘બંટવારા 1947’ ના પ્રમોશન માટે સની દેઓલ અને પ્રીતિ ઝિંટા સાથે પહોંચેલા આમિર ખાનનો વિડિયો વાયરલ થયો છે.

Entertainment
KBC 18 Aamir on the hotseat against Big B

Entertainment News : બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યા છે. આ વખતે તેમની કોઈ નવી ફિલ્મ નહીં, પરંતુ તેમની અંગત જિંદગીને લઈને નેટિઝન્સ મજાક-મસ્તી કરી રહ્યા છે. રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC 18) સીઝન 18 નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં આમિર ખાન (Aamir Khan)ના તાજેતરમાં થયેલા ત્રીજા લગ્નને લઈને રમુજી ટિપ્પણી (Amusing comment)ઓ કરવાનું શરૂ કર્યું છે.

KBC

KBC 18 : ‘બંટવારા 1997’ ના પ્રમોશન માટે KBC ના મંચ પર પહોંચ્યા આમિર ખાન

KBC 18 ના આ ખાસ એપિસોડ (Special Episode)માં આમિર ખાનની સાથે બોલીવુડના દિગ્ગજ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ વિશેષ અતિથિ તરીકે જોવા મળશે. આ ત્રણેય કલાકારો મહાનાયક અમિતાભ બચ્ચન (Megastar Amitabh Bachchan)સાથે હોટસીટ પર બેસીને પોતાની આગામી ફિલ્મ ‘બંટવારા 1997’ નું પ્રમોશન કરશે. આ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ પ્રમોશનના આ વિડિયો પર દર્શકોનું ધ્યાન ફિલ્મથી વધુ આમિર ખાનની પર્સનલ લાઇફ પર કેન્દ્રિત થયું છે.

વાયરલ પ્રોમોમાં આમિર અને બિગ બી વચ્ચેની મજેદાર જુગલબંધી

પ્રોમો વિડિયોમાં આમિર ખાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને પૂછતા જોવા મળે છે કે, “આ વખતે સીઝનની થીમ ‘સોચના પડેગા’ કેમ રાખવામાં આવી છે?” તેના જવાબમાં અમિતાભ બચ્ચન પોતાના રોચક અંદાજમાં સમજાવે છે કે, આ સીઝનમાં સ્પર્ધકો માટે વસ્તુઓ સરળ નહીં હોય અને દરેક સવાલ પર ઊંડાણપૂર્વક વિચારવું પડશે. તેના પર આમિર પણ હસતાં-હસતાં સંમતિ દર્શાવે છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે કરી મજેદાર કમેન્ટ્સ

આ પ્રોમો વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સને આમિર ખાનને ટ્રોલ કરવાની નવી તક મળી ગઈ હતી. 5 જુલાઈ 2026 ના રોજ મુંબઈ ખાતે ગૌરી સ્પ્રૈટ સાથે સાદગીપૂર્ણ કોર્ટ મેરેજ કરનાર આમિર ખાનના આ ત્રીજા લગ્ન હતા. આ બાબતને સાંકળીને એક યુઝરે રમુજી લહેકામાં લખ્યું, “અમિતાભજીએ આમિરને પૂછવું જોઈએ કે તેઓ ચોથા લગ્ન ક્યારે કરી રહ્યા છે?” જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી, “ત્રીજા લગ્ન પછી હવે આમિરને ખરેખર વિચારવું પડશે.”


આ પણ વાંચો :Eyewitness to a Nation: પાંચ દાયકાની પત્રકારત્વની સફર હવે મોટા પડદા પર

આ પણ વાંચો :આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા હતા ગોવિંદા? માતાને ગુમાવવાનું દુઃખ કર્યું વ્યક્ત, કહ્યું- બાળકો માટે જીવવું છે

આ પણ વાંચો :મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલના ડેટિંગની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે આપ્યો જવાબ, કહ્યું- ‘બ્રો, રિલેક્સ…’