Chhota Udepur News/ છોટાઉદેપુરમાં કરુણ અકસ્માત! તલાવડીમાં ડૂબી 9 વર્ષની બાળકીનું મોત, બે દિવસમાં બીજી દુર્ઘટનાથી ચકચાર

Girl Drowned: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી બુમડી ગામમાં પાણીથી ભરાયેલી તલાવડીમાં ડૂબી 9 વર્ષની બાળકીનું મોત થયું. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં બે બાળકીના ડૂબી જવાથી મોત થતાં તંત્રએ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Top Stories Gujarat Others
Girl Drowned: તલાવડીમાં ડૂબી બાળકીનું મોત

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી બુમડી (Moti Bumdi Village) ગામમાં ભારે વરસાદ વચ્ચે કરુણ ઘટના બની છે. ઘર નજીક આવેલી પાણીથી ભરાયેલી તલાવડી પાસે ગયેલી 9 વર્ષની બાળકીનો પગ લપસતાં તે ઊંડા પાણીમાં ડૂબી ગઈ(Girl Drowned) હતી. સ્થાનિકોએ બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

Girl Drowned: મૃતકની ઓળખ રીંકલ રાઠવા તરીકે થઈ

મૃતક બાળકીની ઓળખ મોટી બુમડી ગામના રહેવાસી રણજીત રાઠવાની 9 વર્ષીય દીકરી રીંકલ રણજીત રાઠવા તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, રીંકલ કુદરતી હાજતે માટે તલાવડી નજીક ગઈ હતી, જ્યાં અકસ્માતે પગ લપસતાં આ દુર્ઘટના બની હતી.

Girl Drowned: તલાવડીમાં ડૂબી બાળકીનું મોત

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં બોડેલી પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Girl Drowned: તલાવડીમાં ડૂબી બાળકીનું મોત

બે દિવસમાં બે બાળકીના મોતથી ચિંતા, તંત્રની અપીલ

છેલ્લા બે દિવસમાં જિલ્લામાં બે બાળકીના ડૂબી જવાથી (Child Drowning) મોત થતાં ચકચાર મચી છે. ભારે વરસાદને કારણે ગામડાઓમાં તળાવો, નાળા અને પાણી ભરાયેલા સ્થળો જોખમી બન્યા હોવાથી તંત્રએ વાલીઓ અને ગ્રામજનોને બાળકોને આવા સ્થળોથી દૂર રાખવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.


આ પણ વાંચો: વાંકાનેરના કોટડા નાયણીમાં કોઝવે પર રિક્ષા તણાઈ, પિતાનું મોત; 7 વર્ષના પુત્રની શોધખોળ યથાવત

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં રહસ્યમય ઘટના! બોરિંગમાંથી નીકળ્યું ગરમ પાણી, ગ્રામજનોમાં કુતૂહલ અને ભય

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં મેઘતાંડવ! કોઝવે બંધ, પોલીસ મથકમાં પાણી, અનેક ગામો બેટમાં ફેરવાયા; જનજીવન અસ્તવ્યસ્ત