Not Set/ સાઉથની આ એક્ટ્રેસે પોતાની ફિલ્મ માટે ઉતાર્યા કપડા, Video Viral

ફિલ્મને સુપરહીટ બનાવવા એક્ટર-એક્ટ્રેસ સખત મહેનત કરતા હોય છે. સાથે ઘણી સ્ટાર તો ફિલ્મમાં પોતાના બોલ્ડ સીન આપતા પણ અચકાતી નથી. પોતાના બોલ્ડ સીનનાં કારણે આ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં સાઉથની એક્ટ્રેસ અમલા પોલએ પોતાની તેલુગૂ ફિલ્મ ‘અદાઈ’ને લઇને ઘણી ચર્ચામાં બની રહી છે. અદાઈ ફિલ્મની વાત કરવામાં આવે તો […]

Top Stories Entertainment

ફિલ્મને સુપરહીટ બનાવવા એક્ટર-એક્ટ્રેસ સખત મહેનત કરતા હોય છે. સાથે ઘણી સ્ટાર તો ફિલ્મમાં પોતાના બોલ્ડ સીન આપતા પણ અચકાતી નથી. પોતાના બોલ્ડ સીનનાં કારણે આ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની જાય છે. તાજેતરમાં સાઉથની એક્ટ્રેસ અમલા પોલએ પોતાની તેલુગૂ ફિલ્મ ‘અદાઈ’ને લઇને ઘણી ચર્ચામાં બની રહી છે.

અદાઈ ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં અમલા એક રેપ પીડિતાનો રોલ કરી રહી છે. ફિલ્મની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આ ફિલ્મમાં અમલાએ એક ન્યૂડ સીન દરમિયાન પોતાના બધા કપડા ઉતારી દીધા છે. અમલાનાં આ બોલ્ડ સીને લોકોને ચોંકાવી દીધા છે. ઘણા લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તો ઘણા તેના આ બોલ્ડ પગલા માટે વખાણ કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર હવે રિલીઝ થઇ ચુક્યુ છે.

ફિલ્મનાં આ ટીઝરમાં એક માં પોતાની બેટીનાં ગૂમ થયાની રિપોર્ટ લખાવવા પોલીસ સ્ટેશન જાય છે. જ્યારે પોલીસ તેને શોધતી એક ઓફિસમાં પહોચે છે, જ્યા અમલા નગ્ન હાલતમાં દેખાય છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયામાં ઘણુ વાયરલ થઇ રહ્યુ છે. લોકો તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે. જાણીને નવાઇ લાગશે પણ 1.36 સેકન્ડનાં આ ટીઝરને અત્યાર સુધીમાં 79 લાખથી પણ વધુ વખત જોવામાં આવી ચુક્યુ છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.