Gandhinagar News : રાજ્યની 2 કૉલેજની હેરિટેજ વિરાસતને જાળવી રખાશે, રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના 2 શહેર મોરબી અને અમદાવાદમા આવેલ હેરિટેજ કૉલેજનું હેરિટેજ રિસ્ટોરેશન કરવામાં આવશે. રાજ્ય સરાકારે આ મામલે 10 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરી છે.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો કાર્યમંત્ર આપીને વિકાસ સાથે આપણી વિરાસતને જીવંત રાખવા માટેની પ્રેરણા આપી છે. ગુજરાતની વિરાસતને જીવંત રાખવા ગુજરાત સરકારે અનેકવિધ મહત્વૂર્ણ નિર્ણયો કર્યા છે.આ સંદર્ભે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 75 વર્ષ કે તેનાથી વધુ વર્ષની કોલેજોના મૂળભૂત હેરીટેજ સ્ટ્રક્ચરને જાળવી રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
જે અનુસાર વર્ષ 1881માં બનેલી મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ તેમજ વર્ષ 1948માં બનેલી અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેવી પુરાતત્વ મહત્વ ધરાવતી આ 2 કોલેજોના હેરિટેજ રિસ્ટોરેશન માટે રાજ્ય સરકારે રૂ. 10 કરોડની જોગવાઈ કરી છે, તેમ તેને ઉમેર્યું હતું.
આ બંને કોલેજોના હેરિટેજ રીસ્ટોરેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. સાથે જ રાજ્યમાં 75 વર્ષથી જૂની અને પુરાતત્વ મહત્વ ધરાવતી અન્ય સંસ્થાઓને પણ આગામી આયોજનમાં સામેલ કરીને તેનું હેરિટેજ મહત્વ જળવાઈ રહે, તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનો AMC માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1003 કરોડ કર્યા મંજૂર
આ પણ વાંચો: સિવિલ કિડની હોસ્પિટલમાં ભરતી કૌભાંડ, જાહેરાત આપ્યા વગર જ છેલ્લા 20 વર્ષમાં 297ની ભરતી
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં, રાજ્યના મહિલા ધારાસભ્યોને આપી વિશેષ ભેટ