Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં, રાજ્યના મહિલા ધારાસભ્યોને આપી વિશેષ ભેટ

14 મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2025-26ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂ. 2 કરોડની ગ્રાન્‍ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ આપવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યઓએ મુખ્યમંત્રીના આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વધારાની રૂ. 2 કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય 50 લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યના P.H.C. માં મેડિકલ ઓફિસર વર્ગ-2ની કુલ 84.96 % અને C.H.C. માં 76.75% જગ્યા ભરાઈ; આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: કોણ છે જયપ્રકાશ સોની? ગુજરાતમાં ભાજપના 44 નામો કરતાં કોણ આગળ નીકળી ગયું, ડેપ્યુટી રજિસ્ટ્રારથી સીધા વડોદરા શહેર પ્રમુખ બન્યા

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ