Rajkot News/ લુખ્ખાઓની સાન ઠેકાણે લાવવા રાજકોટ પોલીસ મેદાને

રાજકોટ પોલીસનો મોટો કાફલો રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં ઉતર્યો હતો, જેમાં હોમી દસ્તુર મેઈન રોડ, કાલાવડ રોડ, બાલાજી હોલ અને મોવડી ચોકડીનો સમાવેશ થાય છે. આ કાફલાને જોઈને રાત્રે ગુનેગારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:છેલ્લા 15 દિવસમાં શહેરમાં બનેલી સાત હત્યાઓ,ગેંગવોર અને ગોળીબારની ઘટનાઓએ પોલીસ વિભાગની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ બધી ઘટનાઓ વચ્ચે, રાજકોટ શહેર પોલીસે ગુનેગાર તત્વો સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસથી, ક્રાઈમ બ્રાન્ચ, તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એસીપી સ્તરના અધિકારીઓ પણ આ સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશનમાં સામેલ થયા છે.

હોમી દસ્તુર માર્ગ, કાલાવડ રોડ વિસ્તારમાં કરાયું સઘન ચેકિંગ

રાજકોટ પોલીસનો (Rajkot Police) મોટો કાફલો રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં ઉતર્યો હતો, જેમાં હોમી દસ્તુર મેઈન રોડ, કાલાવડ રોડ, બાલાજી હોલ અને મોવડી ચોકડીનો સમાવેશ થાય છે. આ કાફલાને જોઈને રાત્રે ગુનેગારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. કેટલાક ગુનેગારો પોલીસ વાહનોનો અવાજ સાંભળીને તેમના ચાના સ્ટોલ અને પાનની દુકાનો છોડીને ભાગી ગયા હતા.

પોલીસના મોટા કાફલાને જોઈ નિશાચર લુખ્ખાઓ ભાગ્યા

પોલીસ ટીમોએ રાત્રે શહેરમાં અનેક ચાના સ્ટોલ અને પાનની દુકાનો પણ બંધ કરાવી દીધી હતી. આ દુકાનો ગુનેગાર તત્વો માટે મળવા અને તેમની પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટેનું કેન્દ્ર બની રહી હોવાના આક્ષેપોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હતું. રાત્રે 11 વાગ્યા પછી આવી બધી દુકાનો બંધ રાખવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં થયેલી સાત હત્યાઓએ નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. ગેંગવોર, ગોળીબાર અને હુમલાની ઘટનાઓએ પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આ બધી ઘટનાઓ બાદ, પોલીસ કમિશનરે તાત્કાલિક ‘ઓપરેશન સેફ રાજકોટ’ નામનું ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા

આ પણ વાંચોરાજકોટના ઘંટેશ્વર વિસ્તાર પાસે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઇ

આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ