પક્ષ પલટો/ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયો TMCમાં સામેલ

બાબુલ સુપ્રિયો પૂર્વ મંત્રી હતા પરતું નવા મંત્રીમંડળની રચના થઇ ત્યારે તેમને પડતાં મુકવામાં આવ્યા હતા જેના લઇને તે ખુબ નારાજ ચાલી રહ્યા હતા

Top Stories
BABUL પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા બાબુલ સુપ્રિયો TMCમાં સામેલ

આજનો દિવસ રાજકીય ભૂકંપનો દિવસ છે પહેલા સમાચાર પંજાબથી આવ્યા હતા કેપ્ટન પાસેથી કોંગ્રસ હાઇકમાન્ડે રાજીનામું માંગી લીધું અને હવે પશ્વિમ બંગાળમાં રાજ્કીય ભૂકંપ આવ્યો છે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાસંદ બાબુલ સુપ્રિયોએ ભાજપ છોડી દીધી છે અને ટીએમસીમાં  જોડાયા છે્.

 

 

 

ઉલ્લેખનીય છે કે બાબુલ સુપ્રિયો પૂર્વ મંત્રી હતા પરતું નવા મંત્રીમંડળની રચના થઇ ત્યારે તેમને પડતાં મુકવામાં આવ્યા હતા જેના લઇને તે ખુબ નારાજ ચાલી રહ્યા હતા અને રાજનીતિ છઓડી દેવાની વાત પણ કરી હતી તેેમને સમજાવવામાં આવ્યા હતા તેથી તે રાજનીતિમાં સક્રીય હતા. પરતું તે નારાજ હતા અને અંતે તેમમે ભાજપ છોડી દીધી છે અને તુણમૂલ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો આજે ઔપચારિક રીતે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં જોડાયા છે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ બાદ સુપ્રિયોએ તાજેતરમાં જ ભાજપ છોડી દીધું હતું. તેમણે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ટીએમસીનું સભ્યપદ આપ્યું હતું. આ દરમિયાન સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ હાજર હતા.