Not Set/ લો બોલો!! આર્થિક મંદી પર બિહારનાં ડેપ્યુટી સીએમ સુશીલ મોદી બોલ્યા, શ્રાવણ-ભાદરવામાં આવે છે મંદી

કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અનેક પગલાં લેવાની જાહેરાત કરી છે. જીડીપીનાં તાજેતરનાં આંકડા સામે આવ્યા બાદ તમામ પ્રકારનાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું ખરેખર મંદી છે કે મંદીની શરૂઆત છે. આ બધાની વચ્ચે બિહારનાં ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે, આ નાણાકીય વર્ષનાં પ્રથમ […]

Top Stories India
Sushil Modi PTI લો બોલો!! આર્થિક મંદી પર બિહારનાં ડેપ્યુટી સીએમ સુશીલ મોદી બોલ્યા, શ્રાવણ-ભાદરવામાં આવે છે મંદી

કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અનેક પગલાં લેવાની જાહેરાત કરી છે. જીડીપીનાં તાજેતરનાં આંકડા સામે આવ્યા બાદ તમામ પ્રકારનાં પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું ખરેખર મંદી છે કે મંદીની શરૂઆત છે. આ બધાની વચ્ચે બિહારનાં ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે, આ નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસનો દર 6 વર્ષમાં સૌથી ઓછો 5 ટકા પર પહોંચી ગયો છે.

સુશીલ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા શું જાહેરાતો કરવામાં આવી છે. તેઓ બેંકોનાં મર્જરને એક મોટી જાહેરાત માને છે. પરંતુ આ સાથે તેમણે કહ્યું કે દર વર્ષે શ્રાવણ-ભાદોમાં મંદી આવે છે. પરંતુ આ વખતે… સુશીલ મોદી કહે છે કે, રાજકીય પક્ષો તેમની હાર સ્વીકારવામાં અસમર્થ છે અને આ મુદ્દે તેમનો ગુસ્સો સ્પષ્ટ જોઇ શકાય છે.

હિન્દુ કેલેન્ડરમાં પાંચમો અને છઠ્ઠો મહિનો શ્રાવણ અને ભાદરવોનો હોય છે. એવું માનવામાં આવે છે કે આ બે મહિનામાં લોકો સામાન ખરીદવાનું ટાળે છે. સુશીલ મોદી કહે છે કે, જો તમે બિહાર તરફ નજર કરો તો મંદી વધારે અસર કરશે નહીં. જો તમે આંકડા પર નજર નાખો તો વાહનનું વેચાણ ઘટ્યું નથી. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે અને ત્રીજા પેકેજની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે વર્તમાન સરકારની નીતિઓની ટીકા કરતા કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટી બંને પગલાં એક મોટી ભૂલ હતી. આ બંને પગલાઓની અસર હવે દેખાઈ રહી છે. આજે બજારમાં માલ છે પરંતુ ખરીદદારો ગાયબ છે. એટલું જ નહીં, સરકારે લીધેલા પગલા પણ પૂરતા નથી. બજારમાં રોકડની અછત છે અને તમે જાણો છો કે નાના વેપારીઓ રોકડમાં વેપાર કરે છે. આ સરકાર મોટા ઉદ્યોગો માટે ઘોષણા કરી રહી છે. પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગોએ ભારતીય અર્થવ્યવસ્થાની જાન છે. પરંતુ સરકાર પાસે નાના ઉદ્યોગોને બચાવવા કોઈ નીતિ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.