Not Set/ #ICC World Cup: વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.સેમિફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. આમ ભારતના સંઘર્ષનો અંત આવ્યો હતો. ટૉસ જીતીને ન્યુઝીલેન્ડએ બેટિંગ કરતા 50 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 239 રન કર્યા હતા. રોઝ ટેલરે 90 બોલમાં 74 […]

Top Stories Sports
ICC Cricket World Cup CS #ICC World Cup: વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.સેમિફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. આમ ભારતના સંઘર્ષનો અંત આવ્યો હતો.

ટૉસ જીતીને ન્યુઝીલેન્ડએ બેટિંગ કરતા 50 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 239 રન કર્યા હતા. રોઝ ટેલરે 90 બોલમાં 74 અને કેપ્ટન કેન વિલિયમ્સને 95 બોલમાં 67 રન કર્યા હતા.વરસાદી વાતાવરણ વચ્ચે ન્યૂઝીલેન્ડનો દાવ સમેટાયો હતો.

ભારત માટે ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી. જયારે રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

ભારતની શરૂઆત જ એકદમ નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કરી પેવેલિયન ભેગા થયા હતા.ભારતની 5 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી.

c2 #ICC World Cup: વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક પણ 6 રને આઉટ થયો હતો.

c3 #ICC World Cup: વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

ઋષભ પંત (32) અને હાર્દિક પંડ્યા (32) પણ સસ્તામાં આઉટ થતાં ભારતે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

જો કે એ પછી 8માં ક્રમે રમવા ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ ફટકબાજી કરી મેચ જીવંત કરી દીધી હતી.જાડેજાએ 59 બોલમાં 4 છગ્ગા સાથે 77 રન કરીને એક તબક્કે ભારતને જીતની નજીક લાવી દીધું હતું.

એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.ધોનીએ 72 બોલમાં 50 રન કર્યા હતા

c1 #ICC World Cup: વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

ભારતે છેલ્લી ચાર ઓવરમાં બાકીની વિકેટો ગુમાવતા 18 રને પરાજય થયો હતો.

cricket #ICC World Cup: વર્લ્ડકપ 2019 જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યું

ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ 3,બોલ્ટએ 2 અને સેનેટરે 2 વિકેટો લીધી હતી.આ મેચમાં ન્યૂઝીલેન્ડની ફિલ્ડિંગ શાનદાર રહી હતી.

3 કિંમતી વિકેટો લેનાર મેટ હેનરીને પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.