Not Set/ માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

કેન્દ્રના જી હજૂરીયાઓની જમાત વચ્ચે અન્યાય સામે લડત આપતા મમતા બેનરજી અને કેજરીવાલ

India Trending
જેતપુર 7 માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ બન્ને એવા બીનભાજપી મુખ્યમંત્રીઓ છે જે કેન્દ્રને ભાજપને અને તેના સમર્થકોને આંખના કણાની જેમ ખૂંચે છે. મમતા બેનરજી ત્રીજીવાર જીત્યા બાદ પશ્ચિમ બંગાળમાં કોરોનાના સામનામાં અને ભાજપ દ્વારા રોજેરોજ ઉભી કરાતી સમસ્યાઓ સામે ઝઝૂમવામાં વ્યસ્ત છે. અધૂરામાં પુરૂ હોય તેમ ત્યાં તો રાજ્યપાલ પણ હંમેશા ભાજપની ભાષા બોલે છે. આ થોડુંક વધુ પડતું છે તેમ કહી શકાય. અત્યારે એક બાજુથી ભાજપે પશ્ચિમ બંગાળના વિભાજન કરવાની હિલચાલ શરૂ કરી છે તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ભાજપ સિવાયના તમામ પક્ષોએ એવો આગ્રહ રાખ્યો છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો મળે પછી જ ચૂંટણી યોજવી જોઈએ. ખાસ કરીને હાલના તબક્કે દિલ્હીને પૂર્ણ કક્ષાના રાજ્યનો દરજ્જો ન હોવાના કારણે ત્યાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઉપરાજ્યપાલ પર આધારિત રહેવું પડે છે. હવે દેશમાં આ બે મુખ્યમંત્રીઓ એવા છે કે જે કેન્દ્ર સામે ખોખારીને બોલી શકે છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળ બન્નેએ કેન્દ્રે પસાર કરેલા કૃષિ કાયદાના ખરડાને માન્ય રાખ્યા નથી અને ટીએમસીની વાત કરીએ તો ત્યાં તેણે ચૂંટણી પણ જીતી લીધી છે.

himmat thhakar 1 માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

આજે આ લેખમાં મમતા બેનરજી અને કેજરીવાલ બન્નેના વધી રહેલા કદની વાત નથી કરવી. પાંચ રાજ્યોની કે સાત રાજ્યોની ચૂંટણી યોજાયા બાદ તેનું માપ નીકળી જશે. ભાજપ શાસિત જે રાજ્યો છે તેમાં અખબારો અને રાષ્ટ્રીય વિશ્લેષકોના મતે યોગી આદિત્યનાથ એવા મુખ્યમંત્રી છે કે જે પોતાનુ ધાર્યુ કરે છે. તેણે મોદીના માનીતા પૂર્વ આઈ.એ.એસ. અધિકારીને નાયબ પ્રધાન તો ન બનાવ્યા પણ સંગઠનમાં બેસાડી દીધા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જતીન પ્રસાદને વિધાન પરિષદના સભ્ય બનાવ્યા પરંતુ પ્રધાન બનાવ્યા નથી. કાવડયાત્રાના મામલે કોર્ટ જો રોક ન લગાવે તો યોગી પોતાનું ધાર્યુ કરવા મક્કમ છે. ઉતરાખંડના મુખ્યમંત્રી નવા છે જ્યારે ભાજપના શાસનવાળા બીજા જેટલા રાજ્યો છે તે તમામ મુખ્યમંત્રીઓ મોદી, શાહ અને નડ્ડાની ત્રિપુટી માટે કહ્યાગરી પત્ની જેવા છે. કેટલાક ભાજપી મુખ્યમંત્રીઓ તો વડાપ્રધાનને પિતાતૂલ્ય માને છે.

જેતપુર 3 માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

હવે કોંગ્રેસ જ્યાં સીધી રીતે અને એકલા સત્તા પર છે તે રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબમાં પોતાની આંતરીક સમસ્યઓમાંથી નવરી પડતી નથી. મોદી આણિમંડળી સામે જો રાહુલ ગાંધી માત્ર બોલી શકે છે. પક્ષને મજબૂત બનાવનારૂ કોઈ પરિણામ આપી શક્યા નથી. કોંગ્રેસની ભાગીદારીવાળી જે સરકારો છે તે પૈકી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ ત્રીજા નંબરના પક્ષ તરીકે સત્તામાં ભાગીદાર છે. શીવસેનાના મુખપત્ર સામનાએ તો સ્પષ્ટ શબ્દોમાં બે દિવસ પહેલાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અઘાડીની સરકાર ઉધ્ધવ ઠાકરે શરદ પવાર અને સોનિયા ગાંધીની મરજી મુજબ ચાલે છે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પટોળેકરે એકલા હાથે ચૂંટણી લડવા સહિતના જે બખાળા શરૂ કર્યા છે તેનુ આ પરિણામ છે તેવું કહી શકાય. જ્યારે ઝારખંડ સરકારમાં હેમંત સોરેનનું ધાર્યુ થાય છે પણ તે કેન્દ્ર સરકાર સામે શીંગડા ભરાવી શકે તેવી સ્થિતિમાં નથી.

જેતપુર 4 માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

નીતિશકુમારનો જેડીયુ આમ તો ભાજપનો ભાગીદાર પક્ષ છે પણ કો’ક વકત અવાજ ઉઠાવે છે બાકી સમજીને શાંત બેસી જાય છે. તેઓ પણ પોતાના પક્ષને લોકસભામાં પોતાના પક્ષને લોકસભામાં પોતાની સભ્ય સંખ્યાના પ્રમાણમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ અપાવી શક્યા નથી.

જેતપુર 5 માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયક તો પહેલેથી કેન્દ્રના કહ્યાગરા છે તેમને માત્ર ઓરિસ્સાના વિકાસમાં રસ છે અને કેન્દ્ર સાથે સૂમેળભર્યા સંબંધો રાકી ઓરિસ્સા પાસે ધાર્યુ કામ કરાવે છે. કેરળની ડાબેરી મોરચાની એમ વિજયનની આગેવાની હેઠળની સરકારની કામ કરવાની સ્ટાઈલ જ જૂદી છે. કોરોનાની પહેલી અને બીજી લહેરનો તેણે મક્કમતાથી સામનો કર્યો છે તો અત્યારે ડેલ્ટા પ્લસ જીકા સહિત જે ત્રણ નવા વેરિયન્ટ દેખાયા છે તેના સામનામાં વ્યસ્ત છે. ત્યાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની આગેવાની હેઠળનો યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ તેની કામગીરીમાં અવરોધ ઉભો કરી શકે તેમ નથી. ડાબેરીઓનું શાસન હાલ માત્ર કેરળ પુરતું મર્યાદિત છે. તેથી ડાબેરીઓ ભાજપ સામે કોઈ પડકાર ઉભો કરી શકે તેમ નથી. એક વાત છે કે આ વકતે કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસે ભાજપને વિધાનસભામાં પ્રતિનિધિત્વથી વંચિત રાખ્યું છે. આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડી અને તેલંગણાના ચંદ્રશેખરરાવ આ બે મુખ્યમંત્રીઓ પૈકી જગનમોહન રેડ્ડીને પોતાની સાથે લેવા વડાપ્રધાને ખૂબ પ્રયાસ કર્યો. આ વખતે વિસ્તરણ પહેલા તેમનો સંપર્ક પણ સધાયો હતો. પરંતુ તેઓ એન.ડી.એ. કે યુ.પી.એ. એ બેમાંથી કોઈના ઘટક બનવા તૈયાર નથી. તેઓ જરૂર પડે ભાજપ અને એન.ડી.એ. સંસદમાં ટેકો આપે છે. પરંતુ કાયમી ટેકેદાર નથી. જો કે તેમણે કેન્દ્ર સાથે સંઘર્ષથી દૂર રહેવાનું જ પસંદ કર્યું છે. જ્યારે તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સારી ટક્કર આપી છે. જાે કે તેઓ પણ કેન્દ્ર સાથે સંઘર્ષ કરવા કરતં પોતાના રાજ્ય તેલંગણામાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માગે છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન કરૂણાનિધિના માર્ગે જ છે. તેણે યુપીએ સાથે અત્યારે તો પોતાનો નાતો કાયમ રાખ્યો છે કારણ કે તેને અન્ના ડીએમકે ઉપરાંત પક્ષમાં રહેલા પોતાના પરિવારના બે થી ત્રણ સભ્યોનો પણ સામનો કરવાનો છે.

જેતપુર 6 માત્ર બે જ મુખ્યમંત્રીમાં કેન્દ્ર સામે ઝઝૂમી લોકશાહી બચાવવાની તાકાત

ઈશાન પૂર્વની સરકારો તો અત્યારે ભાજપ કે તેના સાથી પક્ષોની છે એટલે ત્યાં તેની સામે કોઈ પડકાર ઉભો થવાનો ભય છે જ નહિં. આ બધા ભાજપ શાસિત અને બીનભાજપી મુખ્યપ્રધાનોનું વલણ વર્તન કામગીરી જોતાં અરવિંદ કેજરીવાલ અને મમતા બેનરજી બે જ મુખ્યમંત્રીઓ એવા છે કે જે ભાજપ માટે પડરકારરૂપ સ્થિતિ સર્જી શકે તેમ છે. આથી જ તો આ બન્ને મુખ્યપ્રધાનોને કદ પ્રમાણે વેતરવાના પ્રયાસો થાય છે.