Not Set/ પુણેની આ સ્કુલે વિદ્યાર્થીનીઓને ઇનરવેર પહેરવા પર કેવું કર્યું ફરમાન, વાંચો

પુણે દેશની એક સ્કુલે તેમની વિદ્યાર્થીઓને ક્યા રંગના અતં વસ્ત્રો પહેરવા તે અંગે આદેશ કર્યો છે.પુણેની એમ આઈ ટી વિશ્વશાંતિ ગુરુકુળ સ્કુલ  દ્વારા છોકરીઓને સફેદ અથવા ઉનના કાપડના આછાં ઇનરવેર પહેરવાનો આદેશ કર્યો હતો.એટલું જ નહિ સ્કુલ પ્રશાસનએ છોકરીઓના સ્કર્ટની લંબાઈ પણ નક્કી કરી લીધી છે. સ્કુલના સંચાલકોએ એમ પણ કહ્યું છે કે જે વિધાર્થીઓ આ […]

India
mahiko પુણેની આ સ્કુલે વિદ્યાર્થીનીઓને ઇનરવેર પહેરવા પર કેવું કર્યું ફરમાન, વાંચો

પુણે

દેશની એક સ્કુલે તેમની વિદ્યાર્થીઓને ક્યા રંગના અતં વસ્ત્રો પહેરવા તે અંગે આદેશ કર્યો છે.પુણેની એમ આઈ ટી વિશ્વશાંતિ ગુરુકુળ સ્કુલ  દ્વારા છોકરીઓને સફેદ અથવા ઉનના કાપડના આછાં ઇનરવેર પહેરવાનો આદેશ કર્યો હતો.એટલું જ નહિ સ્કુલ પ્રશાસનએ છોકરીઓના સ્કર્ટની લંબાઈ પણ નક્કી કરી લીધી છે.

સ્કુલના સંચાલકોએ એમ પણ કહ્યું છે કે જે વિધાર્થીઓ આ નિયમનું પાલન નહી કરે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

એક વાલીએ કહ્યું કે છોકરીઓને સફેદ અથવા આછા રંગના અંદરના વસ્ત્રો પહેરવા માટે કહેવામાં આવ્યું છે, સ્કુલ પ્રશાશને સ્કર્ટની લંબાઈ માટે પણ ફરમાન વહેતો કર્યો છે. આ બધી વાત સ્કુલ ડાયરીમાં લખેલી છે અને અમને આના પર સહી કરવાનું કહેવામાં આવ્યું છે.’

સ્કુલના આ વિચિત્ર ફરમાન સામે વાલીઓ રોષે ભરાયા હતા અને દેખાવો કર્યા હતા.વાલીઓનો આ રોષ જોઇએને ખુદ શિક્ષણ મંત્રી વિનોદ તાવડેને દરમિયાનગીરી કરવી પડી હતી અને તપાસના આદેશો આપ્યા હતા.શિક્ષણ મંત્રીની દરમિયાનગીરીથી સ્કુલે આ ફરમાન પાછું ખેંચ્યું હતું.