જમ્મુ કાશ્મીર/ આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચેની ફાયરિંગમાં પાકિસ્તાની કેદીની મોત

જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો.

Top Stories India
આતંકી કેદી

જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો. મહત્વની વાત એ છે કે જે પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો તે સુરક્ષા જવાનોની કસ્ટડીમાં હતો. જોઈન્ટ સર્ચ પાર્ટી પર આતંકી હુમલા દરમિયાન આ આતંકી માર્યો ગયો હતો, જ્યારે ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલામાં બે પોલીસ, એક સૈન્ય સૈનિક અને કેદી જિયા મુસ્તફા ઘાયલ થયા છે. જિયા મુસ્તફા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે, તે ભટ્ટા દુરિયન જંગલમાં ફાયરિંગ દરમિયાન ઘાયલ થયો હતો.

આ પણ વાંચો –વિવાદ / ભારતના સરહદી વિવાદ વચ્ચે ચીને નવો કાયદો પસાર કર્યો,બોર્ડર પાસેના ગામમાં નાગરિકોને વસાવવાની તૈયારીમાં

નોંધનીય છે કે 11 અને 14 ઓક્ટોબરે આતંકી હુમલામાં 9 સૈનિકો શહીદ થયા હતા. ત્યારથી સુરક્ષા જવાનો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. રવિવારે આ સર્ચ ઓપરેશન 14માં દિવસે પહોંચ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે મુસ્તફાને આતંકીઓ છુપાયા હતા તે સ્થળે લઈ જવામાં આવ્યો હતો. મુસ્તફાને આતંકીઓની ઓળખ માટે લઈ જવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ ફરી ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં બે પોલીસકર્મી અને એક આર્મી જવાન ઘાયલ થયા હતા. આ દરમિયાન મુસ્તફાને પણ ગોળી વાગી હતી, ભારે ગોળીબારને કારણે તેને એન્કાઉન્ટર સ્થળથી બહાર કાઢી શકાયો નહોતો. જોકે, બાદમાં મુસ્તફાનો મૃતદેહ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાની કેદીનાં મોતની કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો – politicas / પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ હરસિમરત કૌરે નવજોત સિદ્વુ પર કસ્યો તંજ,જાણો વિગતો

અધિકારીઓએ જણાવ્યું કે, મુસ્તફા પાકિસ્તાનનાં રાવલપિંડીનો રહેવાસી છે. તેને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મુસ્તફાનાં છુપાયેલા આતંકવાદીઓ સાથે સંબંધો છે. ધરપકડ થયા પહેલા મુસ્તફા તે જ રસ્તેથી ભારત આવ્યો હતો જ્યાં આતંકવાદીઓ છુપાયા હતા. અધિકારીએ કહ્યું કે આ ઓપરેશન એ જ બે સરહદી જિલ્લાઓમાં ચાલી રહ્યું છે, આ ઓપરેશન 11 ઓક્ટોબરથી શરૂ થયું હતું, આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 11 ઓક્ટોબરે પાંચ જવાન અને એક જેસીઓ શહીદ થયા હતા.