Not Set/ CWG 2018: બેડમિન્ટન મિક્સ ટીમે અપાવ્યો ગોલ્ડ, ભારતના ખાતામાં દસમો ગોલ્ડ

ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સમાં સોમવારે ભારતના ખાતામાં ટોટલ 10 મેડલનો વધારો નોધાયો છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ ગેમ્સમાં બેડમિન્ટન મિક્સ ટીમે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવ્યું છે. મિક્સ ડબલ્સમાં ભારતે સાત્વિક રૈકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી જીતી છે. સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંતએ બાજી મારી લીધી.કિંદાબી શ્રીકાંતે લી ચોંગ વીને 21-17,21-14થી હાર આપી હતી,જ્યારે […]

Top Stories
Saina Nehwal AV CWG 2018: બેડમિન્ટન મિક્સ ટીમે અપાવ્યો ગોલ્ડ, ભારતના ખાતામાં દસમો ગોલ્ડ

ગોલ્ડ કોસ્ટ,

કોમનવેલ્થ ગેમ્સમાં સોમવારે ભારતના ખાતામાં ટોટલ 10 મેડલનો વધારો નોધાયો છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ ગેમ્સમાં બેડમિન્ટન મિક્સ ટીમે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવ્યું છે. મિક્સ ડબલ્સમાં ભારતે સાત્વિક રૈકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી જીતી છે. સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંતએ બાજી મારી લીધી.કિંદાબી શ્રીકાંતે લી ચોંગ વીને 21-17,21-14થી હાર આપી હતી,જ્યારે સાઇના નહેવાલે સોનિઆને હરાવીને ભારતની ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

આ પહેલા ટેબલ ટેનિસમાં પરુષ ટીમે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે નાઈઝીરીયાની ૩-૦થી હરાવ્યું. ગઈકાલે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

10 040918051232 CWG 2018: બેડમિન્ટન મિક્સ ટીમે અપાવ્યો ગોલ્ડ, ભારતના ખાતામાં દસમો ગોલ્ડ

કોમનવેલ્થ ગેમ્સમાં સોમવારે  2 મેડલ 10 મીટર એર પિસ્તોલ શુટિંગ,2 મેડલ 10 મીટર એર રાઈફલ શૂટિંગ અને વેઇટ લીફટીંગમાં 1 મેડલ મળ્યો છે. એર પિસ્તોલમાં જીતુ રાઇએ ગોલ્ડ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. જીતુ રાઇએ કોમન વેલ્થ ગેઇમ્સના અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓ વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. ભારતની મેન્સ ટેબલ ટેનિસની ટીમે નાઈજીરિયાને ૩-૦થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે.

મૂળ સુરતના  હાર્મિત દેસાઈ અને સાથિયાન ગણેશકરનની જોડીએ નાઈજીરિયાના એબિઓડુન અને ઓલાજીદી ઓમોટોયોની જોડીને ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.