Not Set/ પાકિસ્તાનથી છૂટીને આવેલા જવાને સૈન્ય પર આરોપ લગાવતા કહ્યું – હું રાજીનામું આપીશ

ભારતીય સેનાના સૈનિક ચંદુ ચૌહાણે સેના પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. ચૌહાણે કહ્યું છે કે તેઓ બહુ જલ્દી સૈન્યમાં થી રાજીનામું આપી દેશે. પ્રાપ્ત વિગતો અનુસાર  જવાન ચંદુ ચૌહાણ વર્ષ 2016 માં આકસ્મિક રીતે પાકિસ્તાનની સરહદ પાર કરી ગયા હતા. અને તેના ચાર મહિના પછી, તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ચંદુ ચૌહાણ મહારાષ્ટ્રના ધૂલેના […]

Top Stories India
chandu chavan પાકિસ્તાનથી છૂટીને આવેલા જવાને સૈન્ય પર આરોપ લગાવતા કહ્યું - હું રાજીનામું આપીશ

ભારતીય સેનાના સૈનિક ચંદુ ચૌહાણે સેના પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. ચૌહાણે કહ્યું છે કે તેઓ બહુ જલ્દી સૈન્યમાં થી રાજીનામું આપી દેશે. પ્રાપ્ત વિગતો અનુસાર  જવાન ચંદુ ચૌહાણ વર્ષ 2016 માં આકસ્મિક રીતે પાકિસ્તાનની સરહદ પાર કરી ગયા હતા. અને તેના ચાર મહિના પછી, તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ચંદુ ચૌહાણ મહારાષ્ટ્રના ધૂલેના વતની છે. ચૌહાણ કહે છે, “હું પાકિસ્તાનથી પરત ફર્યો ત્યારથી ભારતીય સૈન્ય દ્વારા મારી પર જુલ્મ કરવામાં આવી રહ્યો છે અને મને શંકાસ્પદ રીતે જોવામાં આવે છે, તેથી મેં સેના છોડવાનો નિર્ણય કર્યો છે.”

સેનાએ ચંદુ ચૌહાણની પજવણીના આરોપોને ફગાવી દીધા છે. સેનાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે ચંદુ સામે પાંચ કેસ ચાલી રહ્યા છે. તેમણે સામાન્ય ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના સમર્થનમાં પ્રચાર કર્યો હતો, જેણે ઘણી હેડલાઇલ્સ બનાવી હતી. આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હતી. આર્મીનું કહેવું છે કે, “તાજેતરમાં ચંદુ ચૌહાણ યુનિટ લાઇન પાસે દારૂના નશામાં મળી આવ્યા હતા. જ્યાં સુધી તેની વિરુદ્ધ શિસ્તની તપાસ કરવામાં આવે ત્યાં સુધી તે 3 ઓક્ટોબર, 2019 થી રજા વિના એકમની બહાર છે. લશ્કર આવી કોઈ પણ બિન-શિસ્તબદ્ધ વલણ સહન કરતું નથી. ”

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 પાકિસ્તાનથી છૂટીને આવેલા જવાને સૈન્ય પર આરોપ લગાવતા કહ્યું - હું રાજીનામું આપીશ

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.