ચુકાદો/ ઇન્દિરા ગાંધીના કેસ મામલે 1975માં અલ્હાબાદ હાઇકોર્ટે શું ચુકાદો આપ્યો હતો જાણો

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જાહેર કરાયેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો

Top Stories
SUPRIME ઇન્દિરા ગાંધીના કેસ મામલે 1975માં અલ્હાબાદ હાઇકોર્ટે શું ચુકાદો આપ્યો હતો જાણો

અલ્હાબાદ હાઇકોર્ટના ઇતિહાસ અને યોગદાનને યાદ કરીને શનિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જાહેર કરાયેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઈએ કહ્યું કે જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ 1975 માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવ્યા હતા ખૂબ જ સાહસિક નિર્ણયને કારણે દેશને હચમચાવી દીધો હતો જેના લીધે  ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને કારણે દેશમાં વધુ કટોકટી લાદવામાં આવી હતી.

જસ્ટિસ રમનાએ કહ્યું, 1975 માં, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિન્હાએ ઈન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવ્યા ત્યારે દેશને હચમચાવી નાખે એવો ચુકાદો આપ્યો હતો. તે ખૂબ જ સાહસિક નિર્ણય હતો, જેની સીધી અસર કટોકટીની જાહેરાત પર પડી. જેના પરિણામોની વિગતોમાં હું જવા માંગતો નથી.

ઉલ્લેખનીય છે કે, 12 જૂન, 1975 ના રોજ ન્યાયમૂર્તિ જગમોહન લાલ સિન્હાએ તત્કાલીન વડાપ્રધાન (ઇન્દિરા ગાંધી) ને ચૂંટણીમાં ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ કોઈપણ ચૂંટાયેલા હોદ્દા પર બેસવા પર રોક લગાવી હતી. ઈન્દિરા ગાંધીએ 1971 ની લોકસભા ચૂંટણી ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી પોતાના નજીકના હરીફ રાજ નારાયણને હરાવીને જીતી હતી. પરાજિત નેતાએ ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતા કહ્યું હતું કે તેમના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂર સરકારી કર્મચારી હતા અને તેઓ ઈન્દિરા ગાંધી વ્યક્તિગત ચૂંટણી સંબંધિત કામ માટે સરકારી અધિકારીઓનો ઉપયોગ કરતા હતા.