Oberoi group/ ભારતમાં હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન આપનાર ઉદ્યોગપતિ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું થયું નિધન

ઓબેરોય ગ્રુપના પૃથ્વીરાજ સિંહનું હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન રહ્યું. હોટેલ ઇન્ડસ્ટ્રીને નવી ઉંચાઈએ લઈ જનાર પૃથ્વીરાજ સિંહનું 98 વર્ષે નિધન થયું.મંગળવારે સાંજે 4 કલાકે ભગવંતી ઓબેરોય ચેરીટેબલ ટ્રસ્ટ, ઓબેરોય ફાર્મ, કપાસેરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Top Stories India
YouTube Thumbnail 97 1 ભારતમાં હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન આપનાર ઉદ્યોગપતિ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું થયું નિધન

ભારતમાં હોટેલ ઉદ્યોગ વધુ વિકસિત થઈ રહ્યો છે. ઓબેરોય ગ્રુપના પૃથ્વીરાજ સિંહનું હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન રહ્યું. હોટેલ ઇન્ડસ્ટ્રીને નવી ઉંચાઈએ લઈ જનાર પૃથ્વીરાજ સિંહનું 98 વર્ષે નિધન થયું. ઓબેરોય ગ્રુપ દ્વારા જ આ માહિતી આપવામાં આવી. પૃથ્વીરાજ સિંહ ઓબેરોય ગ્રુપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા.

ઓબેરોય ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન રહેલ પૃથ્વીરાજ સિંહનો જન્મ વર્ષ 1929માં દિલ્હીમાં થયો હતો. તેઓ ઓબેરોય ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર હતા. ભારત, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓબેરોય ગ્રુપ સાથે સંકળાયા. ઓબેરોય ગ્રુપ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં સૌથી ટોચના ક્રમાંક પર છે. આ જૂથે હોટલ અને રિસોર્ટના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

પૃથ્વીરાજ સિંહ કે જેઓ પીઆરએસ અને બીકી તરીકે પણ પ્રખ્યાત છે. PRS ઓબેરોયના દેશમાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં અસાધારણ યોગદાન બદલ અસંખ્ય પુરસ્કારોથી સન્માનતિ કરાયા છે. ખાસ એવોર્ડમાં પદ્મવિભૂષણનો સમાવેશ થયા છે. તેમના અસાધારણ નેતૃત્વ અને વિઝનને ઓળખીને, તેમને ILTM (ઈન્ટરનેશનલ લક્ઝરી ટ્રાવેલ માર્કેટ) ખાતે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Capture 9 ભારતમાં હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન આપનાર ઉદ્યોગપતિ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું થયું નિધન

પીઆરએસ ઓબેરોયને હોટેલ મેગેઝિન યુએસએ દ્વારા ‘કોર્પોરેટ હોટેલિયર ઓફ ધ વર્લ્ડ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બર્લિનમાં 6ઠ્ઠી ઈન્ટરનેશનલ હોટેલ્સ ઈન્વેસ્ટમેન્ટ ફોરમે તેમને પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. તેમને ફોર્બ્સ ઈન્ડિયા લીડરશીપ એવોર્ડ્સ, કોર્પોરેટ એક્સેલન્સ માટે ઈકોનોમિક ટાઈમ્સ એવોર્ડ્સ, સીએનબીસી ટીવી 18 ઈન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ્સ, બિઝનેસ ઈન્ડિયા મેગેઝિનના બિઝનેસમેન ઓફ ધ યર, અર્ન્સ્ટ એન્ડ યંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ્સથી પણ નવાજવામાં આવ્યા હતા.

ઓબેરોય કંપની તરફથી પૃથ્વીરાજસિંહના નિધનને લઈને માહિતી આપતા દુઃખ વ્યક્ત કરતા એક નિવેદનમાં આપવામાં આવ્યું. કંપનીએ જણાવ્યું કે અમે એક સાચા પ્રતિભાની ખોટ પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ. ઓબેરોય ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિ અથવા પીઆરએસ ઓબેરોયને ઓળખતી વ્યક્તિ અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે. મંગળવારે સાંજે 4 કલાકે ભગવંતી ઓબેરોય ચેરીટેબલ ટ્રસ્ટ, ઓબેરોય ફાર્મ, કપાસેરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર દુઃખ સાથે શોક વ્યક્ત કરતા કંપનીએ કહ્યું કે અમારો ધ્યેય પીઆરએસ ઓબેરોય દ્વારા છોડવામાં આવેલા અસાધારણ વારસાને આગળ ધપાવવાનો છે. આવનારા દિવસોમાં, અમે તેમને સન્માનિત કરવા અને યાદ કરવા માટે અમારો ભાગ ભજવીશું.”


whatsapp ad White Font big size 2 4 ભારતમાં હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન આપનાર ઉદ્યોગપતિ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું થયું નિધન


આ પણ વાંચો : Enter Indian Border/ મ્યાનમારમાં હવાઈ હુમલો થતા 2000થી વધુ નાગરિકોનો ભારતીય સીમમાં પ્રવેશ

આ પણ વાંચો : #Newyear/ સીએમ ભુપેન્દ્ર પટેલે પંચનાથ મંદિરે દર્શન કરી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો : Accident/ મુઝફ્ફરનગરમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, છ યુવકોના ઘટનાસ્થળે જ મોત