અમદાવાદઃ સીએમ ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2080ના વધામણા કરતા રાજ્યના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે પંચનાથ મંદિરે દર્શન કરવાની સાથે દિવસનો પ્રારંભ કર્યો હતો. તેમણે અડાલજ ત્રિમંદિરે પણ દર્શન કર્યા અને આરતી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યના લોકોનું નવું વર્ષ કલ્યાણમય અને આનંદમય રહે. તેઓ આવતીકાલે જનજાતિ દિવસ ઉજવશે. તેની સાથે ભારત સંકલ્પ યાત્રા પણ નીકલશે. લોકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે.
નવા વર્ષના દિવસે સીએમ ભુપેન્દ્ર પટેલ વૃદ્ધાશ્રમના વડીલો સાથે સમય વીતાવશે. અગાઉ વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયથી તમામ મુખ્યમંત્રી પહેલા પંચદેવ મંદિરે દર્શન કરે છે. પંચદેવ બાદ અડાલજ ત્રિમંદિર દર્શન કર્યા છે. મંત્રીમંડળના નિવાસ્થાને પણ અધિકારીઓ અને નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરશે.
સીએમ પંચદેવમાં દર્શન-પૂજા કર્યા બાદ અડાલજમાં પૂજા અને દર્શન કરશે. ભદ્રકાળી મંદિરમાં પણ દર્શન કરશે. તેના પછી મિનિસ્ટર્સ એન્કલેવના કમ્યુનિટી સેન્ટરમાં જશે. ત્યારબાદ રાજભવન જશે અને તેના પછી અમદાવાદ સર્કિટ હાઉસની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ Britain/ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું ભારતમાં શું બદલાવ આવ્યો…
આ પણ વાંચોઃ Israel Hamas War/ ઈઝરાયલના રક્ષા મંત્રીનો દાવો,’હમાસનું હવે ગાઝા પર નિયંત્રણ નથી’
આ પણ વાંચોઃ PM Kisan Yojana/ PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.
