AMC/ સ્માર્ટ સિટી.. માય ફૂટ.. પીવાનું પાણી જ દૂષિત તો બીજી વાત જ ક્યાં કરવી

અમદાવાદમાં સ્માર્ટ સિટી અને મેગાસિટીની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વાતો ફક્ત વાતો જ છે. બાર હજાર કરોડથી પણ વધુનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન(એએમસી) ના નાગરિકોએ આજે પણ પીવાના દૂષિત પાણીનો સામનો કરવો પડે છે.  

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 24T121450.843 સ્માર્ટ સિટી.. માય ફૂટ.. પીવાનું પાણી જ દૂષિત તો બીજી વાત જ ક્યાં કરવી

અમદાવાદઃ અમદાવાદમાં સ્માર્ટ સિટી અને મેગાસિટીની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વાતો ફક્ત વાતો જ છે. બાર હજાર કરોડથી પણ વધુનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન(એએમસી) ના નાગરિકોએ આજે પણ પીવાના દૂષિત પાણીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2023માં દૂષિત પાણીની રોજની 100 ફરિયાદો મળી હતી અને પાણી ન આવવાની કુલ 37 હજાર ફરિયાદો મળી હતી. આ બતાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા હદે કેટલી હદે ક્યાં સુધી કાચુ કાપ્યું છે.

છેલ્લા એક વર્ષમાં શહેરમાં પ્રદૂષિત પાણી અંગે 33 હજારથી પણ વધારે ફરિયાદ મળી છે. સૌથી વધુ ફરિયાદ ખાડિયામાંથી મળી છે. બે હજારથી પણ વધારે ફરિયાદ ખાડિયા વોર્ડમાંથી થઈ છે. તેથી કેટલાક હજી પણ કહે છે કે જો અશોક ભટ્ટ જીવતા હોત તો ક્યારનો આનો નીવેડો આવી ગયો હોત. હવે જો શહેરીજનો એક ટાઇમ પીવાનું શુદ્ધ પાણી ન પી શકતા હોય તો પછી સ્માર્ટ સિટીની વાત ક્યાં આવી.

અમદાવાદમાં પ્રદૂષિત પાણીની વધતી જતી ફરિયાદની સાથે-સાથે પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશન દર વર્ષે પાણીની ફરિયાદોનો નીવેડો લાવવા લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ આ ખર્ચો પાણીમાં જ જતો લાગે છે. આમ દર વર્ષે પીવાના પાણી પાછળ કોર્પોરેશનના કરોડો રૂપિયા દર વર્ષે પાણીમાં જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો: વડોદરામાં સ્વિમિંગ બાદ મહિલાનું મોત

આ પણ વાંચો: યુકેના નાગરિકની બે વર્ષની ફરિયાદ વગર એફઆઇઆરે પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી

આ પણ વાંચો: અમદાવાદ RTOમાં લોકોને ધરમધક્કા સારથિનું સર્વર ખોટવાતા લોકો રઝળ્યા