Covid-19/ મહારષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં!! અમરાવતીમાં લોકડાઉનના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

મહારષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં!! અમરાવતીમાં લોકડાઉનના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

Gujarat Others
Himmat Thakkar 22 મહારષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં!! અમરાવતીમાં લોકડાઉનના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ગુજરાત રાજ્યમાં કોરોના નામશેષ થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દૈનિક કેસના આંકડામાં ઘણો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં વકરેલા કોરોનાની અસર ગુજરાતમાં થઇ શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત  અડીને આવેલ રાજ્યો છે. જેને પગલે મહારાષ્ટ્ર સરહદ સાથે સલગ્ન પેવા ગુજરાતના જીલ્લોમાં કોરોના મામલે સુરક્ષા વધારી દીધી છે.

weapon / રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા

વલસાડ જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવલો છે.  મહારાષ્ટ્રથી વલસાડ અંદર આવનાર તમામ બોર્ડર ઉપર આવતી કાલ થી આવનાર તમામ યાત્રીઓનું સ્કીનીગ અને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવા ફરમાન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર થી અથવા અન્ય રાજ્ય માંથી આવનાર તમામ ની નોધ લેવામાં આવશે. અને જરૂર પડે તંદુરસ્ત હોય તેવા ને પણ જરૂર પડે કોરોનટાઈન કરવામાં આવશે.

Political / ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વધેલા કોરોના કેસ અને લાગુકરવામાં આવેલા લોક ડાઉન ને લઇ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ  એલર્ટ મોડ પર આવી ગયું છે. વલસાડ જિલ્લા કલેકટર ની બેઠકમાં પણ મહારાષ્ટ્રમાં વકરેલા કોરોનાની નોધ લેવાઈ છે. લગ્ન પ્રસંગ, સામાજિક મેળાવડા ઉપર ખાસ ધ્યાન રાખવા અને ભીડ ભેગી નહિ કરવા ફરમાન કરવામાં આવ્યું છે. જો કે હાલમાં વલસાડ જિલ્લામાં  કોરોનાના નહીવત  કેસ છે પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના નિયંત્રણ માટે સાવચેતી રાખવા લોકો ને  અપીલ કરવામાં આવી છે.