પેપર લીક કાંડ/ હેડ કલાર્કની પરીક્ષા કરાઈ રદ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન

ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો અને મંગળવારે ફરી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પેપર લીક કાંડમાં તમામ આરોપીની ધરપકડ થઈ ગઈ છે.

Top Stories Gujarat Others
હર્ષ સંઘવીએ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો અને મંગળવારે ફરી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પેપર લીક કાંડમાં તમામ આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ વિદ્યાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. તેમણે એમ પણ જણાવ્યું કે, જો ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો :પુત્રવધુ પર ત્રાસ ગુજારતા હોવાની બની ઘટના, સસરાએ કર્યું એવું કે, તમે જાણીને..

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હેડ ક્લાર્કની લેખિત પરીક્ષા રદ કરવામાં આવે છે. હેડ ક્લાર્કની પુનઃ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. કોઈની ઉંમર વધુ થતી હશે તો તેને છુટછાટ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા યોજાઇ તે પહેલા જ પેપરલીક કાંડના આરોપીઓને સજા થાય તેવો દાખલો બેસાડીશું.

તેમણે કહ્યું કે, પેપર લીક કાંડમાં તાત્કાલીક તપાસના આદેશ અપાયા. પેપર લીક કાંડના મીડિયાના અહેવાલ બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી. પેપર લીક કાંડ કેસમાં પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પેપર લીક  કાંડ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજદીન સુધીમાં 30 લાખની રોકડ જપ્ત કરી છે. આવનારા દિવસોમાં રોકડની રકમ વધશે તેવી આશંકા છે. તમામ આરોપીઓ સામે કડકમાં કડ પગલા લેવામાં આવશે. આ ઐતિહાસિક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું સંકલન કરાશે. ફાસ્ટ્ર ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવા માટે વિભાગો વચ્ચે સંકલન કરાશે.

આ પણ વાંચો :ઓપો મોબાઇલ પર દેશવ્યાપી દરોડા, ગુજરાતનાં ડીલર પર પણ તવાઇ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં ભાગેડુ આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 2 પરીક્ષાર્થી પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને પરીક્ષાર્થી હિંમતનગરના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :સુરતમાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા શાળા એક સપ્તાહ માટે બંધ

એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. આ કાંડની પોલીસ ફરિયાદ પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી હતી.

તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. જે બાદ દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. જેમા ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાયા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પણ બંધ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઈલ પરત કરાયા હતાં.

આ પણ વાંચો :ગુજરાતની 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ,ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે…

આ પણ વાંચો :રાજ્યમાં વર્તાઈ હિમવર્ષાની અસર, અનેક શહેરો ઠંડાગાર