Not Set/ લોકસભામાં 303 વિરુદ્ધ 82 મતે પાસ થયું ત્રિપલ તલાક બિલ, શું રાજ્યસભા ફરી લટકશે

ત્રિપલ તલાક સંશોધન બિલ ભારે ચર્ચા ઉહાપા બાદ 303 મત વિરુદ્ધ 82 મત સાથે બહુમત સાથે લોકસભામાંથી પસાર થઇ ગયુ છે. આજે લોકસભામાં રજૂ કરવામાં આવેલ બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. બિલનાં વિરોધમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, JDS તેમજ એનડીએના સહયોગી વિરોધ પક્ષ દ્વારા સદનમાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ત્રિપલ તલાક અંગે […]

Top Stories India
Tripple Tala લોકસભામાં 303 વિરુદ્ધ 82 મતે પાસ થયું ત્રિપલ તલાક બિલ, શું રાજ્યસભા ફરી લટકશે

ત્રિપલ તલાક સંશોધન બિલ ભારે ચર્ચા ઉહાપા બાદ 303 મત વિરુદ્ધ 82 મત સાથે બહુમત સાથે લોકસભામાંથી પસાર થઇ ગયુ છે. આજે લોકસભામાં રજૂ કરવામાં આવેલ બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. બિલનાં વિરોધમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, JDS તેમજ એનડીએના સહયોગી વિરોધ પક્ષ દ્વારા સદનમાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ત્રિપલ તલાક અંગે AIMIMનાં સાંસદ અસદૂદ્દિન ઓવૈસી દ્વારા સંશોધન ફગાવી દીધું હતું, જો કે AIMIM દ્વારા વોક આઉટ કરવામાં આવ્યું ન હતું.

triple talaq લોકસભામાં 303 વિરુદ્ધ 82 મતે પાસ થયું ત્રિપલ તલાક બિલ, શું રાજ્યસભા ફરી લટકશે

આપને જણાવી દઇએ કે આ સંશોધન બીલ બીજીવાર લોકસભામાંથી પસાર થઇ ગયું છે. પહેલા પણ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસભામાં લટકી પડ્યું હતું. ત્યારે આજે ફરી લોકસભામાં પાસ થયા બાદ હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. અહીં સરકારની રાહ આસાન નહી હોય, કારણ કે રાજ્યસભામાં હજી પણ ભાજપ અને એનડીએની પાસે પૂર્ણ બહુમતી નથી. રાજ્યસભામાં તેને જદયુનો પણ સાથ મળવાની સાથે સાથે બીજા દળો પર પણ મદાર રાખવો પડશે ત્યારે ફરી એક જ સવાલ છે કે ત્રિપલ તલાક બિલનું રાજ્યસભામાં શુંં થશે. ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાંથી સરકાર  કઇ રીતે પાસ કરાવશે

Triple Talaq 1 લોકસભામાં 303 વિરુદ્ધ 82 મતે પાસ થયું ત્રિપલ તલાક બિલ, શું રાજ્યસભા ફરી લટકશે

કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળો દ્વારા બિલને જોઇન્ટ કમિટીને મોકલવાની માંગ કરવામા આવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે બિલને કાયદો બનાવતા પહેલા સંબંદ્ધ સમુદાયનો અભિપ્રાય લેવો જોઇએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.