Not Set/ #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

જમીન, પાણી અને અંતરિક્ષમાં પોતાનું મજબૂત સૈન્ય સામર્થ્ય ધરાવતા ભારત હવે અંતરિક્ષ યુદ્ધની તૈયારીની દિશામાં આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં અંતરિક્ષ યુદ્ધની આશંકાને જોતાં સરકાર આ દિશામાં મોટું પગલું ભરતાં અંતરિક્ષ યુદ્ધ સાથે જોડાયેલી ટેકનોલોજી અને હથિયાર પ્રણાલીના નિર્માણ માટે નવી એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી. આ એજન્સીનું નામ ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી છે. જે ઉચ્ચ […]

Top Stories India
sky war.PNG4 #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

જમીન, પાણી અને અંતરિક્ષમાં પોતાનું મજબૂત સૈન્ય સામર્થ્ય ધરાવતા ભારત હવે અંતરિક્ષ યુદ્ધની તૈયારીની દિશામાં આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં અંતરિક્ષ યુદ્ધની આશંકાને જોતાં સરકાર આ દિશામાં મોટું પગલું ભરતાં અંતરિક્ષ યુદ્ધ સાથે જોડાયેલી ટેકનોલોજી અને હથિયાર પ્રણાલીના નિર્માણ માટે નવી એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી. આ એજન્સીનું નામ ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી છે. જે ઉચ્ચ ક્ષમતા ધરાવતાં આધુનિક હથિયારો અને ટેક્નોલોજીનું નિર્માણ કરે છે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, થોડા સમય અગાઉ જ સરકારમાં ઉચ્ચસ્તર પર ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી ડીએસઆરની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર બાદ જોઈન્ટ સેક્રેટરી સ્તરના વૈજ્ઞાનિકની દેખરેખ હેઠળ એજન્સીની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી રહી છે.

આ એજન્સી ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મદદ કરે છે. DSRAમાં ત્રણેય સેનાઓના સભ્યો સામેલ છે. અંતરિક્ષ યુદ્ધમાં દેશની મદદ કરવા માટે આ એજન્સી DSRAનું નિર્માણ કરવામાં આવ્યું છે….એક અહેવાલ મુજબ એર માર્શલ રેન્કના અધિકારીની દેખરેખ હેઠળ બેંગ્લુરુમાં ડીફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. આ એજન્સી આગામી સમયમાં દેશની ત્રણેય સેનાઓની અંતરિક્ષ સંબંધિત ક્ષમતાઓની જગ્યા લેશે. મહત્વનું છે કે, અંતરિક્ષ અને સાયબર હુમલાઓ સામે લડવા માટે કેટલીક એજન્સીઓની પણ સ્થાપના કરી છે. આ સાથે જ દેશની અંદર અને બહાર બંન્ને તરફના ખતરાનો સામનો કરવા માટે સ્પેશિઅલ ઓપરેશન્સ ડિવિઝન પણ બનાવવામાં આવ્યુ છે.

sky war #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

ભારતની યુદ્ધાભ્યાસની તૈયારી એ ચીન જેવા શક્તિશાળી દેશ સામે રક્ષણ મેળવવા માંટે કરવામાં આવી રહી છે..પણ ચીન અંતરીક્ષમાં કેટલા શક્તિશાળી છે..તે વિષે પણ બધા જાણીતા છે. ભારતથઈ પહેલા ચીન અમેરિકા રશિયા જેવા દેશ સ્પેસ વોરમાં સક્ષમ છે..જેમાં ચીનની વાત કરીએ તો ચીન પાસે અવકાશયાનની શક્તિ વધારે છે..અંતરિક્ષમાં પોતાના ઉપગ્રહોપર આવતા તમામ મુસીબતથી નિપટવામાં ચીન સક્ષમ છે…

એક અહેવાલ મુજબ ચીનના અંતરિક્ષ કાર્યક્રમોની શરૂઆત માત્ર દોઢ દાયકા પહેલા થઈ, વર્ષ 2003માં ચીને પહેલી વખત અંતરિક્ષમાં મનુષ્યને મોકલવામાં સફળતા મેળવી હતી. સોવિયત યૂનિયન અને અમેરિકા બાદ ચીન ત્રીજો દેશ છે, જેણે આ સફળતા મેળવી છે.આગામી પાંચ વર્ષોમાં અંતરિક્ષ મામલે ચીનની ઘણી મહત્ત્વકાંક્ષી યોજનાઓ છે. તે દુનિયાનું સૌથી મોટું સ્પેસ ટેલિસ્કોપ, સૌથી વજનદાર રૉકેટ અને સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે તેને આગામી સ્પેસ સુપર પાવર બનાવવામાં મદદ કરશે.

sky war.PNG5 #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

અત્યાર સુધી ચીને અંતરિક્ષ મિશનના મામલે ઘણી મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે..ચીનના વર્ષ 2003માં શરૂ થયેલા મિશનનો ઉદ્દેશ વર્ષ 2036 સુધી ચંદ્ર પર મનુષ્યને ઉતારવાનો છે.ચીનનું ચાંગ’એ-4 મિશન ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક છે કેમ કે તેમાં અંતરિક્ષ યાનને ચંદ્રમાના એ ભાગ પર ઉતારવાનું હતું કે જે અત્યાર સુધી છૂપાયેલો હતો.આ ભાગ સાથે ધરતીનો સીધો સંપર્ક બનાવીને રાખવું સહેલું નથી હોતું કેમ કે ચંદ્રનું વાતાવરણ સંપર્ક તોડી નાખે છે.આ સમસ્યાના સમાધાના માટે ચીને પૃથ્વી અને ચંદ્રની વચ્ચે એક વિશેષ સેટેલાઇટ લૉન્ચ કર્યું છે જે અંતરિક્ષ યાન અને ચાંગ’એ-4 સાથે સંપર્ક સાધી રાખવામાં મદદ કરે છે.

sky war.PNG1 #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

ગત વર્ષે 2018માં ચીને બીજા દેશોની સરખામણીએ સૌથી વધારે રૉકેટ લૉન્ચ કર્યા હતા. કુલ 39 રૉકેટ લૉન્ચમાંથી માત્ર એક જ નિષ્ફળ રહ્યું હતું. અગાઉ વર્ષ 2016માં ચીને કુલ 22 રૉકેટ લૉન્ચ કર્યા હતા.વર્ષ 2018માં અમેરિકાએ 34 અને રશિયાએ 20 રૉકેટ લૉન્ચ કર્યા હતા. અમેરિકાએ વર્ષ 2016માં પોતાના અંતરિક્ષ કાર્યક્રમો પર 36 બિલિયન ડોલર ખર્ચ કર્યા હતા, આ તરફ ચીનનો ખર્ચ વર્ષ 2018માં માત્ર 5 બિલિયન ડોલરનો હતો.વધારેમાં વધારે સેટેલાઇટ લૉન્ચ કરવા માટે ચીન વજનદાર રૉકેટ બનાવી રહ્યું છે, જેનો ફરીથી ઉપયોગ કરી શકાશે. ચીને વર્ષ 2011માં સ્પેસ સ્ટેશનના કાર્યક્રમોની શરુઆત કરી હતી. આ સ્ટેશન નાનું હતું, જેના પર અંતરિક્ષ વૈજ્ઞાનિક ખૂબ ઓછા દિવસો માટે રોકાઈ શકતા હતા..ચીનનું બીજુ સ્પેસ સ્ટેશન તિયાંગોંગે-2 સેવામાં છે અને બિજિંગે નક્કી કર્યું છે કે વર્ષ 2022 સુધી અંતરિક્ષમાં તે માનવરહિત સ્પેસ સ્ટેશન લૉન્ચ કરશે.

sky war.PNG3 #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

ચીને 2007માં એક હવામાન સેટેલાઇટને એ-સેટ મિસાઇલ દ્વારા તોડી પાડયા બાદ અંતરિક્ષમાં સૈનિક ક્ષમતાઓમાં ઘણો વિકાસ કર્યો છે. ચીને અંતરિક્ષમાં અમેરિકાના વર્ચસ્વને જોખમમાં નાખતો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો જે અંતર્ગત સમુદ્રમાં જહાજમાંથી ૭ સેટેલાઇટ લોન્ચ કરાયા હતા.આ પ્રદર્શન બાદ રશિયા અને અમેરિકા બાદ ચીન ત્રીજો એવો દેશ બન્યો જેણે એ પ્રદર્શિત કર્યું કે તે અંતરિક્ષમાં કોઈ પણ સેટેલાઇટને ધ્વસ્ત કરી શકે છે.એ સમજવામાં આવે છે કે ચીને જમીનથી એક મધ્યમ રેન્જ મિસાઇલનો પ્રયોગ એક હવામાન સેટેલાઇટને ધ્વસ્ત કરવા માટે કર્યો હતો. આ સેટેલાઇટ 1999માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ચીનની આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા થઈ. ચીને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે તે અંતરિક્ષમાં કોઈ પણ પ્રકારના સશસ્ત્રીકરણની વિરુદ્ધ છે અને તે હથિયારોની રેસમાં નથી.

sky war.PNG2 #Detail Story : શું છે અંતરિક્ષ યુદ્ધ ? ભારત કેટલું સક્ષમ ! DSRAનું નિર્માણ કેમ?

2016માં તેણે અંતરિક્ષમાં અલોંગ-1 ઉતાર્યું હતું કે જે અંતરિક્ષમાં ફેલાયેલો કચરો એકઠો કરવામાં સક્ષમ હતું.ચીનના અંતરિક્ષ કાર્યક્રમોથી જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે અલોંગ-1 પહેલું એવું સેટેલાઇટ છે કે જે સ્પેસના કચરાને ભેગો કરે છે અને તેને ધરતી પર પરત જવાથી રોકે છે.આંતરરાષ્ટ્રીય સ્તર પર ચિંતા એ વાતની છે કે યુદ્ધના સમયે ચીન આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ દુશ્મન દેશોના સેટેલાઇટને ધ્વસ્ત કરવામાં કરી શકે છે.

સાઇબર સ્પેસની તમામ સૂચનાને સુરક્ષિત રાખવી એક પડકાર સમાન હોય છે.આ મામલે પણ ચીન આગળ રહ્યો છે..ચીને આ મામલે વર્ષ 2016માં સફળતા પ્રાપ્ત કરી જ્યારે તેણે એક એવા સેટેલાઇટને લૉન્ચ કર્યો કે જે રોકાયા વગર ગુપ્ત રૂપે સુરક્ષિત સુચના પ્રદાન કરવા સક્ષમ હતું.તેને કૉન્ટમ કમ્યૂનિકેશન કહે છે, જેમાં બે પક્ષ ગુપ્ત સૂચનાઓ આદાન પ્રદાન કરી શકે છે અને તેની ખબર કોઈને પડતી નથી.ચીનની આ તમામ શક્તિશાળી પ્રદર્શન સામે હવે ભારત પણ સજ્જ થઈ ગયો છે..ભરત સ્પેશ વોરમાં ચીન ,અમેરિકા , રશિય જેવા દેશોનો સફળ રીતે સામનો કરવા યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે…જે ભારતની સ્પેશ શક્તીને વધુ મજબુત બનાવશે .

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.