અમદાવાદ,
ઉનાળો શરૂ થઇ ગયો છે ત્યારે સમગ્ર રાજ્યમાં પાણીની તંગી હોવાનુ સામે આવ્યુ છે. પાણીની સમસ્યાએ લોકોનાં જીવનને વધુ મુશ્કિલ બનાવી દીધુ છે. સામાન્ય રીતે ગામડામાં પાણીની સમસ્યા જોવા મળતી હોય છે પરંતુ અહી ગામડાની નહી પણ અમદાવાદ જેવા મેગા સીટીની વાત કરવામાં આવી રહી છે. અમદાવાદનાં દાણીલીમડામાં પાણીની સમસ્યાએ લોકોનાં જીવનને વધુ મુશ્કિલ બનાવી દીધુ છે. જો કે અહી દરેક વિસ્તારોમાં આ સમસ્યા નથી પરંતુ જ્યા છે ત્યા પાણીનાં એક બેડા માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે.
પીવાનાં પાણીનું નેટવર્ક ન હોવાના કારણે અહીનાં લોકોને પાણીનાં ટેંકરની રાહ જોવી પડે છે. ઘણીવાર ટેંકરની લાંબી લાઇનમાં પણ ઉભા રહેવુ પડે છે. રજૂઆત ઘણી થઇ હોવા છતા તે માત્ર કાગળ સુધી જ રહી હોવાનુ સ્થાનિકો કહી રહ્યા છે. જે લોકોની કમાણી સારી છે તે પૈસા ખર્ચીને પાણી મંગાવે છે પરંતુ જે રોજ કમાય અને રોજ પૂરુ પાડે તેમની પાસે ટેંકરમાંથી જ પાણી ભરવા સિવાય કોઇ અન્ય વિકલ્પ રહ્યો નથી. કોર્પોરેશન આ સમસ્યાને જોતા પાણીનું ટેકર તો મોકલે છે પણ તે અઢવાડિયામાં એક વાર મોકલે છે. જેથી સ્થાનિકોને એક અઢવાડિયા ચાલે તેટલુ પાણી ભરી રાખવુ પડે છે.
સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યુ કે, આ સમસ્યા આજની નથી ઘણા વર્ષોથી ચાલી રહી છે. આ સમસ્યાને તંત્ર દ્વારા સાંભળવામાં આવી રહી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ દેખાઇ રહ્યુ છે. અહી રસ્તાનાં પણ કોઇ ઠેકાણા નથી. આજકાલ કરતા આ સમસ્યાને 18 વર્ષ થઇ ગયા પરંતુ હજુ આ સમસ્યા પર કોઇ ખાસ નોંધ લેવામાં આવી નથી. લોકોની માંગ છે કે પાણીની સમસ્યાનું તંત્ર જલ્દી જ નિરાકરણ લાવે. એક સ્થાનિકનાં કહેવા અનુસાર અહી નેટવર્કથી નહી પણ પાણીનાં ટેંકરથી લોકોને પાણી ભરવુ પડે છે ત્યારે 17મી સદી યાદ આવે છે કે ત્યારે લોકો કેવી રીતે પાણી પૂરુ પાડતા હશે.