Not Set/ બનાસકાંઠા/ ફરી બનાસ પર આવી તીડ રૂપી મુસીબત, નાના ઝુંડથી વધુ ચિંતા

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામમાં તીડનું આક્રમણ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસનાં થરાદ તાલુકાના લવાણા અને બેવટામાં તીડનાં ઝુંડ ઉતર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સરહદી વિસ્તારમાં તીડ ત્રાટકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. છુટા સવાયા તીડ દેખાતા ખેડૂતોમાં ચિંતા  પેઠી ગઇ છે.  તીડનાં ટોળા અચાનક પહોંચી આવતા ખેતીવાડી વિભાગની ટીમ સરહદી ગામોમાં પહોંચી ગઇ છે. ખુબીની […]

Gujarat Others
7eb8ba3da4c47bfad0227329f22e36d8 બનાસકાંઠા/ ફરી બનાસ પર આવી તીડ રૂપી મુસીબત, નાના ઝુંડથી વધુ ચિંતા

બનાસકાંઠા જિલ્લાના અનેક ગામમાં તીડનું આક્રમણ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસનાં થરાદ તાલુકાના લવાણા અને બેવટામાં તીડનાં ઝુંડ ઉતર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સરહદી વિસ્તારમાં તીડ ત્રાટકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. છુટા સવાયા તીડ દેખાતા ખેડૂતોમાં ચિંતા  પેઠી ગઇ છે. 

તીડનાં ટોળા અચાનક પહોંચી આવતા ખેતીવાડી વિભાગની ટીમ સરહદી ગામોમાં પહોંચી ગઇ છે. ખુબીની વાત એ છે કે, સામાન્ય સંજોગોમાં તીડનું ઝુંડ જ્યાં પણ ત્રાટકે ત્યાં ઝુંડ ખુબ વિશાળ હોય છે, પરંતુ આહીં  તીડના નાના ઝુંડ હોવાથી દવાઓ છાંટવામાં મુશ્કેલી અનુભવાઇ રહી હોવાનું સામે આવે છે. 

બનાસકાંઠાનાં વાવનાં અને  થરાદનાં અનેક ગામોમાં  તીડના ઝુંડ જોવામાં આવી રહ્યા છે. તીડ આવ્યાની વિગતો સામે આવતા ખેતીવાડી વિભાગ અને તંત્ર સહિત સામાન્ય લોકો પણ સતર્ક થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે પણ તીડનુ મોટુ ઝુંડ આ તરફ ધસી આવતું હતું અને અચાનકજ રસ્તો બદલી પાકિસ્તાન તરફ ચાલ્યું ગયુ હતું. આ વખતે તીડનું નાના ઝુંડમાં આગમન થતા તંત્રમાં ચિંતા જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….