Crime/ પતિએ પત્નીના ક્રેડિટ કાર્ડથી ભર્યો ગર્લફ્રેન્ડનો ટ્રાફિક દંડ, તપાસ કરતા બહાર આવ્યું ચોંકાવનારુ સત્ય….

આપણે બધા આજકાલ વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. દુબઈમાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ તેની પત્નીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેની ગર્લફ્રેન્ડના ટ્રાફિકનો દંડ ભરવા માટે કર્યો હતો. જ્યારે મહિલાને તેની બેંકમાંથી આ વ્યવહાર વિશે માહિતી મળી ત્યારે તેણે દુબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે જ્યારે […]

World
wife credit પતિએ પત્નીના ક્રેડિટ કાર્ડથી ભર્યો ગર્લફ્રેન્ડનો ટ્રાફિક દંડ, તપાસ કરતા બહાર આવ્યું ચોંકાવનારુ સત્ય....

આપણે બધા આજકાલ વ્યવહારો માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. દુબઈમાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ તેની પત્નીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેની ગર્લફ્રેન્ડના ટ્રાફિકનો દંડ ભરવા માટે કર્યો હતો. જ્યારે મહિલાને તેની બેંકમાંથી આ વ્યવહાર વિશે માહિતી મળી ત્યારે તેણે દુબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે જ્યારે કેસની તપાસ કરી ત્યારે પૂરુ સત્ય બહાર આવ્યું હતું.

wife credit 2 પતિએ પત્નીના ક્રેડિટ કાર્ડથી ભર્યો ગર્લફ્રેન્ડનો ટ્રાફિક દંડ, તપાસ કરતા બહાર આવ્યું ચોંકાવનારુ સત્ય....

મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેનું ક્રેડિટ કાર્ડ હેંક થઈ ગયું છે અને કોઈએ તેના કાર્ડનો ઉપયોગ ટ્રાફિક દંડ ભરવા માટે કર્યો છે. દુબઈ પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કેપ્ટન અબ્દુલ્લા અલ શેહીના જણાવ્યા અનુસાર, “તેના વિભાગને આ મહિલાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ આ મામલાની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાના પતિએ તેની ગર્લફ્રેન્ડના ટ્રાફિક દંડ ભર્યા હતા તેના કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

બંને એક બીજાથી અજાણ હતા
કેપ્ટન અબ્દુલ્લા અલ-શીહીએ નિવેદન આપ્યું હતું કે, “આ એક અનોખો કિસ્સો હતો. ખાસ વાત એ છે કે ફરિયાદ કરનારી મહિલાને ન તો તે પતિની પ્રેમિકા વિશે જાણતી હતી કે ન તો ગર્લફ્રેન્ડને ખબર હતી કે તે પુરુષ લગ્ન કરેલો છે. જ્યારે મહિલાને આ વિશે માહિતી મળી તો તેને બ્લોક કરી દીધુ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન આ મામલે સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. ” આ રીતે, આ અનોખા કેસની સત્યતા બહાર આવ્યા પછી, તે ચર્ચામાં રહી છે.