#DELHIPOLICE/ ભાજપના અગ્રણી નેતાની પત્નીની જ કાર ચોરાતા ચકચાર

ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાની પત્નીની કાર ચોરી થતા ફરિયાદ દાખલ

India Top Stories
Beginners guide to 74 3 ભાજપના અગ્રણી નેતાની પત્નીની જ કાર ચોરાતા ચકચાર

Delhi News : સામાન્ય માણસની કારની ચોરી થાય એ સામાન્ય વાત ગણાય પણ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાની પત્નીની કારની ચોરી થતા ચકચાર મચી છે. નડ્ડાની પત્નીની કારનો ડ્રાઈવર કાર સર્વિસ માટે દિલ્હીના ગોદાવરીપુરી ગયો હતો. જોકે 19 માર્ચના રોજ આ સર્વિસ સેન્ટરમાંથી જ કારની ચોરી થઈ ગઈ હતી. ડ્રાઈવરે આ અંગે એફઆઈઆર નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજીતરફ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા કાર ગુરૂગ્રામ તરફ જતી જોવા મલી હતી. જોકે પોલીસના અનેક પ્રયત્નો છતા કારનો કે આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી. ચોરી થયેલી આ ફોર્ચ્યુનર કારનું રજીસ્ટ્રેશન હિમાચલપ્રદેશનું છે.

દિલ્હીમાં અન્ય ગુનાઓની જેમ કાર ચોરીના બનાવો પણ ખૂબ જ વધ્યા છે. નેશનલ કેપિટલ રિજન (દિલ્હી-એનસીઆર) માં દર 14 મિનીટે વાહન ચોરીના ઘટના બને છે. તે જ પ્રમાણે એસીકેઓ એ છોડા સમય પહેલા વાહન ચોરીના બનાવો સંદર્ભે થેફ્ટ એન્ડ ધ સિટી 2024 ની તેની બીજી આવૃતિ બહાર પાડી હતી. જેમાં એવું નોંધાયું હતું કે ભારતમાં 2022 અને 2023 દરમિયાન વાહન ચોરીની ઘટનાઓમાં 2.5 ગણો વધારો થયો છે.

 તે સિવાય કયા સ્થલેથી વધુ કાર ચોરાય છે, કઈ કંપનીની કારની ચોરી વદુ થાય છે કયા શહેરમાં વધુ કારની ચોરી થાય છે જેવા કેટલાય રસપ્રદ ખુલાસા પણ થયા છે. તે સિવાય દિલ્હી એનસીઆરમાં મંગળવાર, ગુરૂવાર અને રવિવારે વાહન ચોરીના વધુ બનાવો બને છે. આમ લોકોને ત્રણ દિવસ ખાસ સચેત રહેવાની અપીલ કરાઈ છે. જોકે આ ત્રણ દિવસે જ કેમ વધુ ચોરી થાય છે તેના કોઈ તથ્યો બહાર આવ્યા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….