Encounter/ જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં અને બડગામમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંનાં બુડીગામમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

India
PICTURE 4 267 જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં અને બડગામમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયાંનાં બુડીગામમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે 47 અને એક પિસ્તોલ મળી આવી છે.

NASA does / મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું NASAનું રોવર, જીવનની સંભાવનાઓ પર કરશે શોધ

સુરક્ષા દળોને 18 ફેબ્રુઆરીનાં રોજ સાંજે એક સમાચાર મળ્યા હતા કે, આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે. આ પછી, સમગ્ર વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકીઓએ જોયુ કે તેઓ સુરક્ષા દળોથી ઘેરાઇ ગયા છે ત્યારે તેમણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ, જેનો સુરક્ષા દળોએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

Election / અમદાવાદમાં આજે ભાજપ કરશે મેગા રોડ શો, આ રહેશે આકર્ષણનું કેન્દ્ર

વળી બડગામમાં ચાલી રહેલા ઓપરેશનમાં પોલીસ જવાન એસપીઓ મોહમ્મદ અલ્તાફ શહીદ થયા છે. એસજી સીટી મંજૂર અહમદ નામનો અન્ય પોલીસ કર્મી ઘાયલ થયો છે. બડગામનાં બિરવાહ વિસ્તારથી લઈને શોપિયાં સુધી સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ