Not Set/ PM મોદી અને શાહ દેશને વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે : જિતેન્દ્ર આવ્હાડે

મહારાષ્ટ્રનાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નેતા જિતેન્દ્ર આવ્હાડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવત પર આકરા પ્રહાર કર્યા હતા કે, રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર, રાષ્ટ્રીય વસ્તી નોંધણી અને નાગરિકતા સુધારો અધિનિયમનાં નામે આ ત્રણેય દેશને વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શનિવારે અહીં એનઆરસી, એનપીઆર અને […]

Top Stories India
jitendra awhad 2 PM મોદી અને શાહ દેશને વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે : જિતેન્દ્ર આવ્હાડે

મહારાષ્ટ્રનાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નેતા જિતેન્દ્ર આવ્હાડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવત પર આકરા પ્રહાર કર્યા હતા કે, રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર, રાષ્ટ્રીય વસ્તી નોંધણી અને નાગરિકતા સુધારો અધિનિયમનાં નામે આ ત્રણેય દેશને વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

શનિવારે અહીં એનઆરસી, એનપીઆર અને સીએએનાં વિરોધમાં યોજાયેલી રેલીને સંબોધન કરતા આવ્હાડે આ વાત કરી હતી. કુલ જમાત સંજીમનાં ઠાણે એકમનાં બેનર હેઠળ આ રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન હજારો લોકોએ રાબોડીથી કોર્ટ નાકા સુધીની મૌન યાત્રા કાઠી હતી. કોર્ટ નાકા પાસે પ્રદર્શન કરનારાઓને સંબોધન કરનારાઓમાં પૂર્વ ન્યાયાધીશ બી.જી. કોલ્સે પાટિલ એનસીપીનાં પ્રદેશ સચિવ, નજીબ મુલ્લા, કોંગ્રેસ પાર્ટીનાં વિક્રાંત ચૌવ્હાણ, રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાનાં વડા સુનિલ ખમ્બે હતા.

આ પ્રસંગે આવ્હાડે કહ્યું કે, આ કાયદો મુસ્લિમોની વિરુદ્ધ નથી, પરંતુ બંધારણની વિરુદ્ધ છે. તેથી, જે લોકો બંધારણીય રીતે વિરોધ કરી રહ્યા છે તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ શાંતિ જાળવી રાખે અને હુમલાનાં જવાબમાં હુમલો ન કરે. તેમણે કહ્યું કે એનઆરસી અને સીએએ દ્વારા સરકાર હિન્દુઓ અને મુસ્લિમોને સામ સામે લડાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેના કારણે બંને સમુદાયો એક થયા છે. તેમણે કહ્યું, “અમે આ માટે મોદી અને શાહનાં આભારી છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.