Viral Video/ દિલ તૂટી ગયુ તો આ યુવકે પોતાની જ બાઇકને લગાવી દીધી આગ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, એક વ્યક્તિએ રસ્તાની બાજુમાં તેની બાઇકને આગ લગાડી, અને તે આગથી પોતાના હાથને સેંકી રહ્યો હતો.

India
યુવકે બાઇકને લગાવી આગ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, એક વ્યક્તિએ રસ્તાની બાજુમાં તેની બાઇકને આગ લગાડી, અને તે આગથી પોતાના હાથને સેંકી રહ્યો હતો. પૂછવા પર, પહેલા કહ્યુ જન્મદિવસ છે, પછી કહે ક્રિસમસ છે, અને પછી કહે છે કે ઠંડી લાગી રહી હતી, આગથી તાપી રહ્યો હતો. છેલ્લે કહ્યું દિલ તૂટી ગયું છે, બીપી લો છે, પ્રેમમાં કંઈ પણ થઈ શકે છે.

આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માથાભારે યુવક નિર્ભયતાથી આગમાં લપેટાયેલી બાઇકની નજીક જઈ રહ્યો છે અને આગથી પોતાના હાથ સેેંકી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો સુરગુજાના અંબિકાપુર શહેર પાસેનાં સરગવાનો છે. રોડ પર આગ લાગતા બાઇકને જોઇને તે રોડ પરથી પસાર થતા લોકોએ બાઇક પાસે ઉભેલા વ્યક્તિને બોલાવ્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે ક્યાંથી આવ્યા છો, તો તેણે કહ્યુ કે, કૈલાસ પર્વતનું, ભોલે શંકર. જ્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે બાઇકમાં આગ કેવી રીતે લાગી તો તેનો જવાબ માચીસથી માંડીને પેટ્રોલનો હતો. તેણે પોતાનુ નામ દિનેશ વિશ્વકર્મા બતાવ્યુ અને દરમ્યાન કહેવા લાગ્યો કે, સો સુનાર કી એખ લુહાર કી. સરનામું પૂછતાં તેણે પારસાનાં રહેવાસી હોવાનુ કહ્યું. વાયરલ વીડિયોમાં યુવક પોતાનો જન્મ દિવસ અને અન્ય યુવક ક્રિસમસ સેલિબ્રેટ કરવાની વાત કહી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વીડિયો 25 ડિસેમ્બરનો હોઈ શકે છે.

આ પણ વાંચો – Night Curfew / રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ

રસ્તા પરથી પસાર થતો એક યુવક બાઇક સળગાવનાર યુવકને પૂછે છે કે ભાઈ સત્ય કહો કેમ આગ લગાવી. જો કોઈ સમસ્યા હોય, તો અમે મદદ કરીશું. એક પાગલ યુવાન તેના ખિસ્સામાંથી દિલનાં આકારનું બોક્સ કાઢે છે. તે પછી તે હાર્ટબ્રેક વિશે વાત કરે છે. જેકેટનાં ખિસ્સામાંથી લીધેલું બોક્સ ખોલીને આંગળી વડે મલમ કે ક્રીમ કાઢીને હોઠ પર લગાવે છે. પૂછનાર યુવક કહે છે કે આખા શરીર પર લગાવો તો તે ચહેરા પર મલમ લગાવવા લાગે છે. અન્ય એક બાઇક સવાર યુવકનું કહેવું છે કે, બાઇકમાં હાર્ટબ્રેકને કારણે આગ લાગી છે. આ પછી યુવક સળગતી બાઇક તરફ જાય છે. અન્ય યુવાનો તેને કહે છે કે આ હીરો આગની નજીક ન જાય. તેમ છતાં યુવક સળગતી બાઇક પાસે જઈને ઉભો રહે છે.