ગુજરાત રાજ્યમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક નાયબ મામલતદાર ને ટ્રાન્સફર સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના જુદાજુદા જીલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૩૯ જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી અને બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
જે પૈકી વડોદરા, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના અધિકારોમાંથી જે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા ના હોય તેવા જ અધિકારીઓને જ હાલમાં બઢતીની જગ્યાએ નિમણુક અને હાજર થવા માટે ફરજમુકત કરવાના રહેશે.


