રાજ્યમાં વરસાદની ફરી એકવાર એન્ટ્રી થઇ છે. ગાંધીનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો ખેડૂતોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું છે.

અમદાવાદની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર એવા મણિનગર, હાટકેશ્વર, ઈસનપુર, અમરાઈવાડી, જશોદાનગર, વસ્ત્રાલ, સીટીએમ અને નારોલમાં વરસાદ પડ્યો. આ ઉપરાંત બોપલ, ઘુમા, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

તો આ તરફ અરવલ્લીમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો. ભિલોડાના સુનોખમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યારે માલપુર મેઘરજ મોડાસામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે ખેતીવાડીને પણ જીવતદાન મળ્યું છે. યાત્રાધામ શામળાજીમાં પણ મેઘરાજાનું આગમન થતા ખેતીવાડીને જીવતદાન મળ્યું છે, તેમજ વાતાવરણમાં પણ ઠંડક થઇ છે.
