Curfew/ અમદાવાદમાં કર્ફયૂને લીધે AMTS સેવા પણ બે દિવસ રહેશે બંધ

અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જેના પગલે આજથી રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ હોવાથી શહેરમાં આ બે દિવસ એએમટીએસ સેવા બંધ રહેશે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જેના પગલે આજથી રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે કર્ફ્યૂ હોવાથી શહેરમાં આ બે દિવસ એએમટીએસ સેવા બંધ રહેશે. એએમટીએસ આજ રાતના આઠ વાગ્યાથી બંધ થઈ જશે. હાલના સમયમાં એએમટીએસની બસો જુદા-જુદા 635 રુટ પર ચાલે છે. સરકાર છૂટ આપશે તો રેલવે સ્ટેશન અને એરપોર્ટના રુટ ચાલુ રાખવામાં આવશે અથવા તો સ્પેશિયલ બસો મૂકવામાં આવશે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન લોકોને રાતે આઠ વાગ્યા પહેલા પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી લેવા સલાહ આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે,  રેલવે અને એરપોર્ટ તરફથી કે સરકાર તરફથી અમને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવશે, તો ચોક્કસથી વ્યવસ્થા કરવામાં આવશે, તેમ એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું. નોંધનીય છે કે, શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે.

દિવાળીના તહેવાર પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે. સરકારે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાતે નવ વાગ્યાથી 23મીએ સોમવારે સવારે છ વાગ્યા સુધીના 57 કલાકના કરફ્યુની જાહેરાત કરી છે.