Gift City/ ગિફ્ટ સિટીમાં હવે એન્ટરટેઇનમેન્ટ હબ, પાંચ હજાર કરોડના ખર્ચે વિકસાવાશે

આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત ગાંધીનગરનું ગિફટ સિટી, ભારતનું અગ્રણી ટેક હબ એક બનવાની સાથે એન્ટરટેઇનમેન્ટ હબ બનવા તરફ પણ આગળ વધી રહ્યું છે. અહીં મોટાપાયા પર એન્ટરટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવશે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 27T154512.845 ગિફ્ટ સિટીમાં હવે એન્ટરટેઇનમેન્ટ હબ, પાંચ હજાર કરોડના ખર્ચે વિકસાવાશે

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત ગાંધીનગરનું ગિફટ સિટી, ભારતનું અગ્રણી ટેક હબ એક બનવાની સાથે એન્ટરટેઇનમેન્ટ હબ બનવા તરફ પણ આગળ વધી રહ્યું છે. અહીં મોટાપાયા પર એન્ટરટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવશે. આ માટે સૂચિત ૨૦-એકર સાઇટ થીમ પાર્ક, ગેમિંગ આર્કેડ અને વિવિધ મનોરંજક સુવિધાઓ દર્શાવવા માટે તૈયાર છે.  આ માટે પાંચ હજાર કરોડનો પ્રોજેક્ટ ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આ ઝોનની ખાસિયત મહાકાય ફેરિસ વ્હીલ હશે, જે લંડન આઇની યાદ અપાવે છે. તેની ઊંચાઈ 158 મીટર સુધીની હશે. આ એક સાંસ્કૃતિક ઝોન હશે, જે આર્ટ ગેલેરીઓ, થિયેટરો અને એક્ઝિબિશનની જગ્યા ધરાવતું હશે. એન્ટરટેઇનમેન્ટ ઝોન રિટેલ અને ડાઇનિંગ એકસ્ટ્રાવેગેન્ઝા ધરાવતો હશે. તેમા વિવિધ રુચિઓ અને પસંદગીઓને વરી લેતા વૈવિધ્યસભર લેન્ડસ્કેપ હશે.

ગિફટ સિટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘અમારા મજબૂત બિઝનેસ હબની સાથે વાઇબ્રન્‍ટ રિટેલ કમ એન્‍ટરટેઇનમેન્‍ટ હબ એ અનિવાર્ય જરૂરિયાત છે.’ આ પ્રોજેક્‍ટની અંદાજિત કિંમત રૂ. ૫,૦૦૦ કરોડ છે અને આ પ્રોજેક્ટ માટે વૈશ્વિક ટેન્‍ડરો બહાર પાડવામાં આવ્‍યા છે. રાજ્ય સરકાર આગામી જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રોજેક્ટ માટેના એમઓયુને આખરી ઓપ આપી શકે છે.

લગભગ 15 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ ઝોનમાં હાઇ સ્ટ્રીટ રિટેલ અથવા શોપિંગ મોલ, ફૂડ પ્લાઝા, મ્યુઝિકલ ફાઉન્ટેન શો, ગેમ ઝોન, વોટર સ્પોર્ટ્સ, થિયેટર, બગીચા અને મનોરંજનના વિસ્તારો હશે. સાંસ્કૃતિક કેન્દ્રમાં આર્ટ ગેલેરી, થિયેટર અને એક્ઝિબિશન સેન્ટર જેવી સગવડોનો સમાવેશ થશે.

આ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના વિઝન સાથે સંલગ્ન છે. તે ફક્ત અમદાવાદ અને ગાંધીનગર જ નહી પણ સમગ્ર રાજ્ય અને દેશવિદેશના મુલાકાતીઓ માટે પ્રવાસન આકર્ષણના આગવા કેન્દ્ર તરીકે ઉભરી આવશે. દસ હજાર કરોડથી વધુ નેટવર્થ ધરાવતી કંપનીઓ જ આ માટે બિડિંગ કરી શકશે અને આ કંપનીએ કમસેકમ એક પ્રોજેક્ટ તો 21 એકર જમીન પર વિકસાવ્યો હોવો જોઈએ.  કમસેકમ એક મોલની ડિઝાઇન કરી હોવી જોઈએ.


આ પણ વાંચોઃ Uttarkashi માં રેસ્ક્યુ દરમિયાન અનોખી ઘટના, ભગવાન શિવ જેવી આકૃતિ ટનલની બહાર ઉભરી આવી

આ પણ વાંચોઃ PM Rishi Sunak/ ઋષિ સુનકે એલોન મસ્કની આકરી ટીકા કરી

આ પણ વાંચોઃ Rescue Operation/ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા વિવિધ મોરચે થઈ રહ્યું છે રેસક્યુ ઓપરેશન