અકસ્માત/ છત્તીસગઢમાં કાર ચાલકે મૂર્તિ વિસર્જન કરનાર લોકોને અડફેટમાં લેતા એકનું મોત 15 ઘાયલ

છત્તીસગઢના જશપુર જિલ્લામાં દુર્ગા વિસર્જન કરવા જઇ રહેલા લોકો પર એક ઝડપી કારે બેફામ ચલાવીને અકસમાત સર્જોયો હતો.  આ અકસ્માતમાં એકનું મોત થયું છે

Top Stories
મોી છત્તીસગઢમાં કાર ચાલકે મૂર્તિ વિસર્જન કરનાર લોકોને અડફેટમાં લેતા એકનું મોત 15 ઘાયલ

છત્તીસગઢના જશપુર જિલ્લામાં દુર્ગા વિસર્જન કરવા જઇ રહેલા લોકો પર એક ઝડપી કારે બેફામ ચલાવીને અકસમાત સર્જોયો હતો.  આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને વાહન ચાલકને માર માર્યો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં આક્રોશ છે. લોકોએ શહેર બંધ રાખ્યું છે અને પથલગાંવ પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, દુર્ગા વિસર્જન દરમિયાન, વાહન અચાનક પુર ઝડપે સરઘસમાં ચાલી રહેલા લોકો તરફ આવી હતી અને તેમને કચડી નાખતાં એક યુવકનું મોત થયું છે આ  મૃતક યુવકની ઓળખ ગૌરવ અગ્રવાલ તરીકે થઈ છે. આ અકસ્માતમાં એક ડઝન લોકો ઘાયલ થયા છે. લોકોનો આરોપ છે કે જે વાહન અકસ્માતનું કારણ બન્યું હતું તે ગાંજાથી ભરેલી હતી જોકે, પથલગાંવના SDOP એ કહ્યું છે કે આ મામલાની હજુ તપાસ કરવામાં આવી રહી છે.