Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. એક મિત્રએ ગુસ્સામાં બીજા મિત્રની હત્યા કરી નાખી હતી. એટલું જ નહિ, મિત્રની લાશ લઈને હત્યારો પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ મૃતક વેદાતના મૃતદેહને સોલા હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના બનાવમાં મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ અને હથિયારો વેદાંત બંને મિત્રો જ હતા. જે મોડી રાત સુધી ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા હતા. તે દરમિયાન કોઈ કારણોસર બંને વચ્ચે તકરાર થઈ છે અને વેદાંતે સ્વપ્નિલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.
પોલીસ સ્ટેશનમાં કારમાં આવેલ મૃતદેહને જોઈ સોલા પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશનમાં બેસાડી મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.હાલ સોલા હાઇકોર્ટ પોલીસે પણ મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી વેદાંતની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી
આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ
આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો