Political/ PM મોદી કરશે થોડી જ ક્ષણોમાં રાષ્ટ્રજોગ સંબોધન, PMO એ આપી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ અંગે PMO તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામા આવી છે. કોરોના સમયગાળા દરમિયાન PM મોદીનું આ 11મું સંબોધન છે.

Top Stories India
પીએમ મોદીએ
  • વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
  • સવારે 9 કલાકે દેશવાસીઓને સંબોધશે
  • PMO એ ટ્વીટ કરી આપી જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ અંગે PMO તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામા આવી છે. કોરોના સમયગાળા દરમિયાન PM મોદીનું આ 11મું સંબોધન છે. PM મોદી આજે યુપીની ત્રણ દિવસની મુલાકાતે પણ જશે.

આજે સવારે વડાપ્રધાન મોદી એક પછી એક ટ્વીટ કર્યા હતા. સૌ પ્રથમ તેમણે શ્રી ગુરુ નાનક દેવજીનાં પ્રકાશ પર્વનાં વિશેષ અવસર પર ટ્વીટ કરતા લખ્યુ કે, શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના વિશેષ અવસર પર, હું તેમના પવિત્ર વિચારો અને ઉમદા આદર્શોને યાદ કરું છું. ન્યાયી, દયાળુ અને સર્વસમાવેશક સમાજની તેમની દ્રષ્ટિ આપણને પ્રેરણા આપે છે. શ્રી ગુરુ નાનક દેવજીનો અન્યોની સેવા કરવા પરનો ભાર પણ ખૂબ જ પ્રેરણાદાયક છે.

ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યુ, હું ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રીમતીજી ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

તે પછી PM મોદીએ અંગ્રેજો સામે બહાદૂરીથી લડેલી રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ પર નમન કરતા લખ્યુ કે,  હું વીર રાણી લક્ષ્મીબાઈને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. ભારતનાં ઈતિહાસમાં તેમનું વિશેષ સ્થાન છે. તેમની બહાદુરીને પેઢીઓ ભૂલી શકશે નહીં. હું ભારતના સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આજે ઝાંસીની મુલાકાત લેવા આતુર છું.

PM મોદીએ કેબિનેટ મંત્રી કિરેન રિજીજુનાં જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યુ, અમારા ઊર્જાસભર કેબિનેટ સાથીદાર શ્રી. @કિરેન રિજીજુ ને જન્મદિવસની શુભેચ્છા. તે અમારી કાયદાકીય વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે કે સૌથી ગરીબ લોકોને મદદ કરે. પૂર્વોત્તરની પ્રગતિ માટે તેમનો જુસ્સો નોંધપાત્ર છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.

આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન તેમની ઝાંસીની મુલાકાત દરમિયાન NCC એલ્યુમની એસોસિએશનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 400 કરોડનાં ખર્ચે ઝાંસીમાં યુનિટ સ્થાપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાંસીમાં 600 મેગાવોટનાં સોલાર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ કેન્દ્રની અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક યોજના હેઠળ 2,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે પ્રદેશમાં સ્થાપિત કરવા માટે પ્રસ્તાવિત ત્રણ સોલાર પાર્ક પૈકીનો એક છે. વડાપ્રધાન મોદી ઝાંસીમાં નવનિર્મિત અટલ એકતા પાર્કનું ઉદ્ઘાટન કરવાની પણ યોજના ધરાવે છે. આ અવસર પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે, એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી અને નેવી ચીફ એડમિરલ કર્મવીર સિંહ પણ હાજર રહેશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…