Not Set/ રાજસ્થાન કોંગ્રેસનો ખટરાગ આવ્યો સામે, પાયલોટનો ગહલોતને ટોણો

રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર ભલે બનાવી હોય, પરંતુ સરકારની અંદર ખેંચતાણ ચાલું છે. જુલાઈમાં સચિન પાયલટે કહ્યું હતું કે જનતાએ અશોક ગહલોતના નામ પર વોટ આપ્યો ન હતો, અને એવો જ આરોપ અશોક ગહલોતે પણ સચિન પાયલટ પર લગાવ્યો હતો. રાજસ્થાન કોંગ્રેસમાં પણ બે ગ્રુપ છે. એક ગ્રુપ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના સમર્થનમાં છે. બીજું ગ્રુપ […]

India
pitol gehtol રાજસ્થાન કોંગ્રેસનો ખટરાગ આવ્યો સામે, પાયલોટનો ગહલોતને ટોણો

રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર ભલે બનાવી હોય, પરંતુ સરકારની અંદર ખેંચતાણ ચાલું છે. જુલાઈમાં સચિન પાયલટે કહ્યું હતું કે જનતાએ અશોક ગહલોતના નામ પર વોટ આપ્યો હતો, અને એવો જ આરોપ અશોક ગહલોતે પણ સચિન પાયલટ પર લગાવ્યો હતો.

pitol gehtol.PNG1 રાજસ્થાન કોંગ્રેસનો ખટરાગ આવ્યો સામે, પાયલોટનો ગહલોતને ટોણો

રાજસ્થાન કોંગ્રેસમાં પણ બે ગ્રુપ છે. એક ગ્રુપ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના સમર્થનમાં છે. બીજું ગ્રુપ અશોક ગહલોતના સમર્થનમાં છે. એવામાં અશોક ગહલોત માટે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ગ્રુપ પર નજર રાખવી જરૂરી છે.

pitol gehtol.PNG2 રાજસ્થાન કોંગ્રેસનો ખટરાગ આવ્યો સામે, પાયલોટનો ગહલોતને ટોણો

ત્યારે આજે નાયબ સીએમ સચિન પાયલટ દ્વારા અશોક ગહલોતને મહેણું મારાતા ફરી એકવાર રાજસ્થાન કોંગ્રેસનો વિવાદ અને જુથબંધી સપાટી પર આવી ગઇ છે. વાત જાણે એમ છે કે, રાજીવ ગાંધીની જયંતી પર બોલતા સીએમ ગહલોતે કહ્યું કે જયારે રાજસ્થાનમાં દુકાળ આવ્યો હતો, તો રાજીવ ગાંધીએ અમારી વાતને માન આપીને તાત્કાલિક મદદ કરી હતી. બાદમાં નાયબ સીએમ સચિન પાયલટનો વારો આવ્યો તો તેમણે કહ્યું કે મુખ્યમંત્રીજી જે રીતે રાજીવ ગાંધીએ તમારી વાત માની હતી, તે રીતે તમે પણ ધારાસભ્યોની વાત માનો. આમ ફરી એક વખત રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચેના સબંધોની કડવાશ છતી પડી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.