Politics/ કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ સમસ્યાને વધુ બગાડી રહી છેઃ રાહુલ ગાંધી

કોરોના વાયરસનાં મહાસંકટ વચ્ચે દેશમાં રસીકરણનું કામ ચાલી રહ્યું છે. જુદા જુદા રાજ્યોમાં રસી ન હોવાને કારણે રસીકરણનું કામ ધીમું થઇ ગયુ છે.

Top Stories India
Untitled 63 કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ સમસ્યાને વધુ બગાડી રહી છેઃ રાહુલ ગાંધી

કોરોના વાયરસનાં મહાસંકટ વચ્ચે દેશમાં રસીકરણનું કામ ચાલી રહ્યું છે. જુદા જુદા રાજ્યોમાં રસી ન હોવાને કારણે રસીકરણનું કામ ધીમું થઇ ગયુ છે. શુક્રવારે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકારની રસીની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ સૌથી મોટી સમસ્યા છે.

બોલિવૂડ / અનુપમ ખેરે પોતાના જ નિવેદનથી મારી પલટી, કહ્યુ- ભૂલો તે જ કરે છે જે…

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ સમસ્યાને વધુ વિકટ બનાવી રહી છે – જે ભારત સહન નહી કરી શકે. કેન્દ્રએ રસી ખરીદવી જોઈએ અને વિતરણની જવાબદારી રાજ્યોને આપવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ઘણા રાજકીય પક્ષોએ રસી નીતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. થોડા દિવસો પહેલા, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વિદેશથી આ રસી ખરીદવી જોઈએ, જેથી દેશમાં આપણને રસી સરળતાથી મળી શકે. આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી સતત વેક્સીન નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે, ગત દિવસોમાં પણ તેમણે વડપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. રાહુલ સિવાય વિપક્ષનાં અન્ય ઘણા નેતાઓએ કોંગ્રેસનાં નેતૃત્વમાં વડા પ્રધાનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને ઝડપી અને તેને વિના મૂલ્યે ચલાવવા અપીલ કરી હતી.

નિધન / કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો

નોંધપાત્ર વાત એ છે કે, હવે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ માંગમાં વધારો થતાં રસીનો અભાવ જોવા મળ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતનાં કેટલાક રાજ્યોએ કેટલાક અંશે રસીકરણ બંધ કર્યું છે. દિલ્હીમાં કોવાક્સિનની સપ્લાઈ બંધ કરવામાં આવી છે, જ્યારે લગભગ અડધો ડઝન રાજ્યોને વૈશ્વિક ટેન્ડર પાછા લેવાની ફરજ પડી હતી.

sago str 12 કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ સમસ્યાને વધુ બગાડી રહી છેઃ રાહુલ ગાંધી