કોરોના વાયરસનાં કેરથી બહાર આવવાની રીતને લઇને વડાપ્રધાનની ટીકા કરનાર અનુપમ ખેરે એકવાર ફરી પોતાના સૂર બદલ્યા છે. બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે કહ્યું છે કે, ભૂલો તેનાથી થાય છે જે કામ કરે છે, નાકારાઓની જિંદગી તો અન્યની ભૂલો શોધવાામાં ખર્ચ થઇ જાય છે.
નિધન / કોરોનાથી સંક્રમિત AAP પૂર્વ MLA જરનૈલ સિંહે લીધો અંતિમ શ્વાસ, CM, DYCM એ શોક વ્યક્ત કર્યો
અભિનેતા અનુપમ ખેર, જે હંમેશાં મોદી સરકારની નીતિઓની પ્રશંસા કરતા રહે છે, તેમણે બુધવારે મોદી સરકારની આલોચના કરી હતી અને કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ગણવી જરૂરી છે. જો કે હવે તેઓ પોતાના નિવેદનથી પલટી મારતા જોવા મળી રહ્યા છે. ઇમેજ બનાવતા નિવેદનમાં ઘણી બધી હેડલાઇન્સ બનાવનાર અનુપમ ખેરે આજે એકવાર ફરી ટ્વીટ કર્યું હતું કે, “ભૂલ ફક્ત કામ કરનારથી જ થાય છે, નાકારા લોકોનું જીવન બીજાની ભૂલો શોધવામાં ખર્ચ થઇ જાય છે.” આ ટ્વીટ અનુપમ ખેરનાં અગાઉનાં નિવેદનની સાથે જોડવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે બુધવારે કહ્યું હતું કે, છબી બનાવવા કરતાં જીવનમાં ઘણું વધારે છે. તેમણે કહ્યું હતું કે અધિકારીઓની જાહેર ટીકા ‘ઘણી બાબતોમાં કાયદેસર’ છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે બુધવારે કહ્યું હતું કે, સરકારને સમજવાનો સમય આવી ગયો છે કે ઇમેજ બનાવવા કરતાં જીવન બચાવવું વધુ મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે સરકાર તરફથી સ્વાસ્થ્ય સંકટને લગતા સંચાલનમાં થોડીક ક્ષતિઓ આવી છે, પરંતુ અન્ય રાજકીય પક્ષોએ પણ આ ભૂલોનો પોતાના હકમાં લાભ લેવો પણ ખોટું છે. રાહત આપવાને બદલે સરકારની પોતાની છબી અને સમજણ બનાવવા પર પ્રયાસ વધુ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ કહ્યું કે સરકારને આ પડકારનો સામનો કરે અને તે લોકો માટે કંઈક કરવું જોઈએ કે જેમણે તેમને પસંદ કર્યા છે.
गलती उन्हीं से होती है
जो काम करते हैं,
निकम्मों की ज़िंदगी तो
दूसरों की बुराई खोजने में ही
ख़त्म हो जाती है..:)— Anupam Kher (@AnupamPKher) May 14, 2021
કોરોનાથી મોત / લવ યુ જિંદગી ગીત પર મસ્તી કરતી યુવતીએ અંતે લીધો અંતિમ શ્વાસ
અનુપમ ખેરે ગંગા અને અન્ય નદીઓમાં અનેક મૃતદેહો મળવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ‘ઘણા કેસોમાં આલોચના માન્ય છે…ઘણી અમાનવીય વ્યક્તિ જ નદીઓમાં વહેતી લાશોથી પ્રભાવિત નહી થાય.’ તેમણે કહ્યું, ‘પરંતુ અન્ય પક્ષોએ પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. મારા વિચારમાં તે યોગ્ય નથી. મારા મતે નાગરિક તરીકે આપણને ગુસ્સો આવવો જોઇએ. જે બન્યું છે તેના માટે સરકારને જવાબદાર ઠેરવી જરૂરી છે. ક્યાક ને ક્યાંક તેમનાથી ચૂક થઇ છે. તેમના માટે આ સમજવાનો સમય છે કે ઇમેજ બનાવ્યા સિવાય બીજુ ઘણું બધુ છે.’

