Not Set/ પ્રતિબંધ છતાં અમદાવાદનું આકાશ છવાયું ચાઇનીઝ તુક્કલથી

અમદાવાદ ઉત્તરાયણના તહેવાર દરમિયાન અમદાવાદમાં ચીઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે આ વખતે  અપેક્ષા કરતા ઓછી તુક્કલ દેખાઇ હતી.જો કે પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં સાંજના સમયે આકાશમાં ચાઇનીઝ તુક્કલ જોવા મળી હતી.ઉત્તરાયણની સાંજે શહેરના અનેક પતંગ રસિયાઓએ ચાઇનીઝ તુક્કલ ઉડાડીને પોલિસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. ચાઇનીઝ ટુક્કલોના કારણે આગના બનાવો બનતા હોય છે. જેના […]

Ahmedabad Gujarat
ahd uttrayan પ્રતિબંધ છતાં અમદાવાદનું આકાશ છવાયું ચાઇનીઝ તુક્કલથી

અમદાવાદ

ઉત્તરાયણના તહેવાર દરમિયાન અમદાવાદમાં ચીઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે આ વખતે  અપેક્ષા કરતા ઓછી તુક્કલ દેખાઇ હતી.જો કે પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં સાંજના સમયે આકાશમાં ચાઇનીઝ તુક્કલ જોવા મળી હતી.ઉત્તરાયણની સાંજે શહેરના અનેક પતંગ રસિયાઓએ ચાઇનીઝ તુક્કલ ઉડાડીને પોલિસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

ચાઇનીઝ ટુક્કલોના કારણે આગના બનાવો બનતા હોય છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ તુક્કલ ઉડાડવા અને વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો છતાં ગઇકાલે ચાઇનીઝ તુક્કલ આકાશમાં જોવા મળી હતી.

શહેરમાં અનેક જગ્યાએ લોકોએ ચાઇનીઝ તુક્કલ ઉડાડી મજા માણી હતી. જો કે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધના કારણે આ વર્ષે ચાઇનીઝ તુક્કલો ઓછી ઉડી હતી. પોલીસે જાહેરનામાના ભંગના કેસ કરી  મોટી સંખ્યામાં  ચાઇનીઝ તુક્કલો ક્બજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ શહેરમાં સાંજના સમયે આ રીતે અનેક ચાઇનીઝ તુક્કલ ઉડતા શહેર પોલીસ સફાળી જાગી હતી અને પોલીસ વિવિધ વિસ્તારમાં આવેલા પતંગ દોરીના બજારોમાં દરોડા પાડીને ચાઇનીઝ તુક્કલોનો જથ્થો ક્બજે કર્યો હતો.