Not Set/ અરવલ્લી જિલ્લામાં કોરોનાથી ચોથું મોત, કુલ કોરોના પોઝિટિવ 118 થયા…

ગુજરાતનાં ખુણે ખુણે પહોંચી ગયેલો કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રોજને રોજ કોરોનાનો મસમોટો વિસ્ફોટ થાય છે અને અધધધ કેસ અનેક નવા વિસ્તારોને આવરી લેતા વધી જાય છે. મોતની સંખ્યામાં પણ કોરોનાએ બાકી રાખ્યું નથી ત્યારે આજે ફરી અરવલ્લી જિલ્લામાં કોરોનાનાં કારણે વધુ એકનો ભોગ લેવાયો છે. આજે નિપજેલા મોત સાથે અરાવલ્લી જીલ્લામાં કુલ મરણજનારની સંખ્યા 4 […]

Gujarat Others
f5b6f7b8c2ed622a37b07c9ff79e1c71 અરવલ્લી જિલ્લામાં કોરોનાથી ચોથું મોત, કુલ કોરોના પોઝિટિવ 118 થયા...

ગુજરાતનાં ખુણે ખુણે પહોંચી ગયેલો કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રોજને રોજ કોરોનાનો મસમોટો વિસ્ફોટ થાય છે અને અધધધ કેસ અનેક નવા વિસ્તારોને આવરી લેતા વધી જાય છે. મોતની સંખ્યામાં પણ કોરોનાએ બાકી રાખ્યું નથી ત્યારે આજે ફરી અરવલ્લી જિલ્લામાં કોરોનાનાં કારણે વધુ એકનો ભોગ લેવાયો છે. આજે નિપજેલા મોત સાથે અરાવલ્લી જીલ્લામાં કુલ મરણજનારની સંખ્યા 4 પર પહોંચી ગઇ છે.  

ચોથા મોતની વિગતો જોવામાં આવે તો, મોડાસાના એક 59 વર્ષના પુરુષનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ થતા આ વ્યક્તિને સારવાર માટે હિંમતનગર કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન જ આ વ્યક્તિએ અંતિમશ્વાસ લીધા હતો. ઉલ્લેખનીય છે કે, અરવલ્લીમાં કુલ 4 લોકોનાં મોત સાથે આજે 6 નવા કોરોનાનાં કેસ સામે આવતા અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 118 છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….