Not Set/ મહારાષ્ટ્રમાં “મહા વિકાસ આગાડી”નાં નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેની વર્ણી, 1 ડિસેમ્બરે લેશે શપથ

મુંબઈમાં કોંગ્રેસ-NCP-શિવસેનાની નવી સરકારનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને ‘મહા વિકાસ આગાડી’ ના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની દરખાસ્ત NCP પ્રમુખ શરદ પવાર દ્વારા મુકવામાં આવ્યો હતો. તમામ પાર્ટીનાં ધારાસભ્યો દ્વારા ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. અને ઉદ્ધવ ઠાકરેની ‘મહા વિકાસ આગાડી’ ના નેતા તરીકે વર્ણીને બહાલી આપી દેવામાં આવી હતી. એનસીપીનાં પ્રમુખ શરદ પવાર ઉદ્ધવ […]

Top Stories India
maha vikas aghadi મહારાષ્ટ્રમાં "મહા વિકાસ આગાડી"નાં નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેની વર્ણી, 1 ડિસેમ્બરે લેશે શપથ

મુંબઈમાં કોંગ્રેસ-NCP-શિવસેનાની નવી સરકારનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને ‘મહા વિકાસ આગાડી’ ના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની દરખાસ્ત NCP પ્રમુખ શરદ પવાર દ્વારા મુકવામાં આવ્યો હતો. તમામ પાર્ટીનાં ધારાસભ્યો દ્વારા ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. અને ઉદ્ધવ ઠાકરેની ‘મહા વિકાસ આગાડી’ ના નેતા તરીકે વર્ણીને બહાલી આપી દેવામાં આવી હતી. એનસીપીનાં પ્રમુખ શરદ પવાર ઉદ્ધવ ઠાકરેને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કર્યુ હતું.

આ પ્રસંગે એનસીપીનાં નેતા નવાબ મલિક જણાવવામાં આવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ ચોક્કસપણે મુખ્યમંત્રી બનશે. હવે તેઓ રાજભવન જશે અને સરકાર બનાવવાનો દાવો કરશે. જો ગવર્નર દાવો અત્યારે જ સ્વીકારે તો શપથ ગ્રહણ સમારોહ 1 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે શિવાજી પાર્કમાં પૂર્ણ કેબિનેટની સાથે શપથ ગ્રહણ સમારો યોજવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.