Not Set/ નવરાત્રી સ્પેશ્યલ : હવે ટ્રેનમાં પણ મળશે ‘ ફરાળી થાળી ‘, આ રીતે આપી શકશો ઓર્ડર

નવી દિલ્લી નવરાત્રી દરમ્યાન ઘણા લોકોને ઉપવાસ હોય છે. ઉપવાસ વખતે જો ઘરની બહાર નીકળવાનું થાય તો પહેલો પ્રશ્ન જમવા વિશે થાય છે. એમાં પણ ખાસ કરીને મુસાફરી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે. નવરાત્રી દરમ્યાન ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે ભારતીય રેલ્વેએ એક ખુશખબરી આપી છે. આ ખુશખબરી તેવા લોકો  માટે છે લોકો નવરાત્રીના […]

Top Stories India Trending
rail નવરાત્રી સ્પેશ્યલ : હવે ટ્રેનમાં પણ મળશે ' ફરાળી થાળી ', આ રીતે આપી શકશો ઓર્ડર

નવી દિલ્લી

નવરાત્રી દરમ્યાન ઘણા લોકોને ઉપવાસ હોય છે. ઉપવાસ વખતે જો ઘરની બહાર નીકળવાનું થાય તો પહેલો પ્રશ્ન જમવા વિશે થાય છે. એમાં પણ ખાસ કરીને મુસાફરી વખતે ખાસ ધ્યાન રાખવું પડે છે.

નવરાત્રી દરમ્યાન ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે ભારતીય રેલ્વેએ એક ખુશખબરી આપી છે. આ ખુશખબરી તેવા લોકો  માટે છે લોકો નવરાત્રીના ૯ દિવસ ઉપવાસ રાખે છે તે દરમ્યાન ટ્રેનમાં મુસાફરી કરે છે.

આઈઆરસીટીસીએ પોતાના ઈ-કેટરીંગ મેનુમાં નવરાત્રીની સ્પેશ્યલ થાળીનો પણ ઓપ્શન આપ્યો છે.

આઈઆરસીટીસીના કહેવા પ્રમાણે નવરાત્રીમાં મોટા ભાગના લોકો ઉપવાસ કરતા હોય છે આથી તેમના ઉપવાસને ધ્યાનમાં રાખીને ૧૦થી ૧૮ ઓક્ટોમ્બર દરમ્યાન નવરાત્રીના ઉપવાસમાં ખાઈ શકાય તેવું ભોજન મળી શકશે.આ થાળીમાં સાબુદાણાની ખીચડી, નમકના ઉપયોગ વગર બનાવેલુ શાક, લસ્સી અને ફ્રુટ ચાટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વેબસાઈટ પરથી આપી શકશો ઓર્ડર 

આ સ્પેશ્યલ થાળીનો લાભ ઉઠાવવા માટે આઈઆરસીટીસીની ઈ-કેટરીંગ વેબસાઈટ પરwww.ecatering.irctc.co.in કે Food-on-track એપ પરથી ઓર્ડર આપવાનો રહેશે. તેના માટે મુસાફરે પીએનઆર નંબર આપવાનો રહેશે. આ સ્પેશ્યલ થાળીની કિંમત યાત્રી ઓર્ડર આપતી વખતે કે ડિલીવરી બાદ પણ આપી શકે છે. મુસાફરે ખાસ ૨ કલાક પહેલા ઓર્ડર આપવાનો રહેશે.

રેલેવે નેટવર્કના આ સ્ટેશન પર મળશે ફરાળી થાળી 

આ સેવાનો લાભ ભારતીય નેટવર્કના અમુક નિર્ધારિત કરેલા રેસ્ટોરન્ટ અને રેલ્વે સ્ટેશન પર જ મળી શકશે. હાલ નવરાત્રી સ્પેશ્યલ થાળીની સુવિધા નો લાભ  નાગપુર, અંબાલા, જયપુર, ઈટારસી, ઝાંસી, નાસિક, રતલામ, મથુરા અને લખનૌ જેવા રેલ્વે સ્ટેશન પર ઉઠાવી શકાશે.